પારડી: ઉદવાડા ઓરવાડ હાઇવે (Highway) પર પીકઅપ ટેમ્પામાં (tempo) સેલવાસથી દારૂનો જથ્થો( Aalcohol) ભરી સુરત(Surat) લઈ જતાં એકને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉદવાડા ઓરવાડ નેશનલ હાઇવે નંબર 48 ગીરીરાજ હોટલની સામે પિકઅપ ટેમ્પોમાંથી ઝડપી લેવાયો હતો.ટેમ્પો ચાલકે પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની ખેપ મારી રહ્યો હતો.જોકે પોલીસને ચોક્કસ બાતમી હતી કે,ટેમ્પોમાં દારૂની ખેપ લઇ જવાઈ રહી છે.
પ્લાસ્ટિકની 60 બોરીમાંથી મળ્યો હતો દારૂ
ટેમ્પોમાંથી 60 નંગ પ્લાસ્ટિકના દાણાની બોરી મળી આવી હતી જેમાં ખેપીયાઓ દારૂ છુપાવી ને લાવી રહ્યા હતા.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ટેમ્પા નંબર જીજે 27 ટીટી 4510 આવતા તેને પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ નંગ 60ની આડમાં દારૂની 624 નંગ બાટલી મળી હતી. દારૂની કિંમત રૂપિયા 1.75 લાખ, મોબાઈલ,પીક અપ ટેમ્પાની કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ રૂપિયા 4.80 લાખનો મુદ્દામાલ સાથે આરોપી મુકેશ નાથુભાઈ દાસને ઝડપી પાડ્યો હતો. જ્યારે આર્યન સિંગ ઉર્ફે અરવિંદ ચૌહાણ વિજય સિંહ અને ચેતન સિંગ મળી 3 આરોપીને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા.
ધોળાપીપળા ગામ પાસેથી 34 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, એક વોન્ટેડ
નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ધોળાપીપળા ગામ પાસે સેલેરીયો કાર (નં. જીજે-15-સીકે-2359) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 34,800 રૂપિયાની વિદેશી દારૂની 48 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે મંદિર ફળીયામાં રહેતી મેહુલસિંહ છત્રસિંહ ચાવડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે મેહુલસિંહની પૂછપરછ કરતા વડોદરા પાદરામાં રહેતા અશ્વિનભાઈ ચંદુલાલે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે અશ્વિનભાઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 હજાર રૂપિયાનો મોબાઈલ અને 4 લાખની કાર મળી કુલ્લે 4,44,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
હોટલના પાર્કિંગમાંથી 1.68 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર સંદલપોર ગામ પાસે આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભેલા ટાટા ટ્રક (નં. આરજે-27-જીડી-6055) નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 1.68 લાખની વિદેશી દારૂની 1680 નંગ બાટલીઓ મળી આવતા રાજસ્થાન ઉદયપુર જિલ્લાના ગોગુદા તાલુકાના મંદાર ગમે રહેતા ગણપતસિંહ લાલસિંહ સિસોદિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 3 હજાર રૂપિયાનો મોબાઈલ અને 15 લાખનો ટ્રક મળી કુલ્લે 16.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.