SURAT

સુરતમાં લગ્ન માટે ભોજન બની રહ્યું હતું અને એકાએક ગેસનો બાટલો ફાટ્યો, વીડિયો

સુરત: ઉધના વિસ્તારની સોનલ સોસાયટી સ્થિત ક્રિષ્ણા નગરમાં કેટરર્સના ગોડાઉનમાં સવારે આગ ભભૂકી ઉઠી હતી. મનપાના ફાયર વિભાગના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉધના વિસ્તારની સોનલ ઈન્ડસ્ટ્રીઝ ક્રિષ્ણાનગર સોસાયટીમાં પ્લોટ નં. 78 અને 79માં મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડાના ગોગાવાડા ગામના વતની તુષાર વિષ્ણુભાઈ ઠાકોર કેટરર્સનું ગોડાઉન ધરાવે છે. આજે સવારે 8.39 કલાકે અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. લગ્ન પ્રસંગના ઓર્ડરનું ભોજન બનાવતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે દોડધામ મચી ગઈ હતી. સામાન બળીને ખાખ થઈ ગયો. મોટા નુકસાનનો અંદાજ છે. બાજુનું મકાન પણ આગની ચપેટમાં આવી ગયું હતું. સ્થાનિક લોકોએ ડોલથી પાણી નાંખીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

બનાવની જાણ થતાં મનપાના ફાયર વિભાગને કરતા માન દરવાજા અને મજૂરા ગેટના ફાયર અધિકારી અક્ષય પટેલ તેમજ જે. જે. ઈંદ્રાણી લાશ્કરો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. એ સમયે આગે વિકરાળ રૂપ ધારણ કરતા પાણીનો સતત મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ફાયર અધિકારી અક્ષય પટેલે કહ્યું કે, આગ બુઝાવ્યા બાદ પાંચ ગેસની બોટલને બચાવી લેવાઈ હતી. એક બોટલમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે.

નાનપુરાના ટીમલિયાવાડમાં નાસ્તાની લારીમાં ગેસ લીકેજ બાદ આગ લાગી
સુરત: નાનપુરા ટીમલિયાવાડ સ્થિત મનમંદિર એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરની નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતાં જ ભાગદોડ મચી ગઈ હતી. જો કે, આગ ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ લાગી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતાં તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનાને પગલે નાસ્તાની દુકાનનું ફર્નીચર ટેબલ, ખુરશી તેમજ નાસ્તાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. અત્રે નાસ્તાની દુકાનમાંથી આગની જ્વાળાઓ બહાર સુધી નીકળતાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, સ્થાનિકોએ ફાયર એક્સ્ટિંગ્યુસરથી ઓલવી
પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત કુબેરનગરમાં રૂપસાગર એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ફ્લેટમાં મંગળવારે બપોરે આગ ભભૂકી ઊઠી હતી. જે આગ સ્વિચ બોર્ડમાં શોર્ટસર્કિટના કારણે લાગી હતી. એપાર્ટમેન્ટના રહીશો ફાયરબ્રિગેડને કોલ કરવાની સાથે એપાર્ટમેન્ટની બાજુમાં જ આવેલી સ્કૂલમાં દોડી ગયા હતા. એપાર્ટમેન્ટના રહીશોએ ત્યાંથી બે ફાયર એક્સ્ટિંગ્યુસર લઈ આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં ફ્લેટમાં પડદા, કપડાં, ઘરવખરીનો થોડો સામાન તેમજ વાયરિંગ બળી ગયું હતું. આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

Most Popular

To Top