SURAT

અસ્થિર મગજના બે ભાઇઓએ મેસેજ કર્યો રાણકપુર એક્સપ્રેસમાં બોમ્બ છે

સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં રહેતા બે તરૂણોએ ટ્રેન (Train) ઉપર લખેલા હેલ્પલાઇન નંબર (Healp Line) ઉપર મેસેજ કરીને બાંદ્રા-બિકાનેર (Bandra-Bikaner) રાણકપુર એક્સપ્રેસમાં બોમ્બ (Bomb) હોવાનો મેસેજ આપ્યો હતો. જેને પગલે રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ મામલે તપાસ હાથ ધરીને જે નંબર ઉપરથી મેસેજ હતો તેની તપાસ કરવામાં આવતા ઉધના વિસ્તારનું લોકેશન મળ્યું હતું. બનાવ અંગે અમદાવાદની સાબરમતી પોલીસે ગુનો નોંધી ઉધનામાં રહેતા બે સગીરોને અટકાયતમાં લઇ તેમની પુછપરછ હાથ ધરી છે.

લોકેશન ચેક કરતા ઉધના વિસ્તારનું બતાવ્યું
રેલવે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બાંદ્રાથી બિકાનેર જતી રાણકપુર એક્સપ્રેસમાં બે કિશોરે ટ્રેનમાં લખેલા હેલ્પ લાઇન નંબર ઉપર ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કર્યો હતો. આ મેસેજ મળતા જ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર રાણકપુર ટ્રેનને અટકાવવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા આખી ટ્રેનને ખૂંદી વળાઇ હતી જોકે કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. અંતે ટેક્નિકલ સર્વેલન્સને આધારે જે નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો તેનું લોકેશન ચેક કરતા ઉધના વિસ્તારનું બતાવ્યું હતું દરમિયાન પોલીસે મેસેજવાળા મોબાઇલ નંબર ઉપર વાત કરતા બે અસ્થિર મગજના કિશોરના પિતાએ ફોન ઉપાડ્યો હતો અને તેમણે બંને કિશોરો સાબરમતી ટ્રેનમાં જ હોવાનું જણાવતા પોલીસે ટ્રેનમાંથી જ બંનેને અટકાયતમાં લીધા હતા. આ અંગે સાબરમતી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં 5 નવેમ્બરથી ફેરફાર થશે
સુરત: મુંબઇ સેન્ટ્રલ-ગાંધીધામ કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. નવો સમય પત્રક પ્રમાણે 5 નવેમ્બરથી વંદે ભારત ટ્રેન સુરત વાપી સહિતના સ્ટેશનો ઉપર નવા સમય પ્રમાણે આગમન કરશે.વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન નં.20901 મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત ટ્રેનનાનાં આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાપી રેલવે સ્ટેશને સવારે 8 વાગ્યે સ્ટોપેજ લેશે અને 8 કલાકે રવાના થશે. ત્યારબાદ સુરત રેલવે સ્ટેશને 8.55 મિનીટે પહોંચશે અને 8.58 મિનીટે રવાના થશે. આજ ટ્રેન રિટર્નમાં ગાંધીધામ કેપિટલ સ્ટેશનથી મુંબઇ સેન્ટ્રલ રવાના થશે. જે વડોદરા રેલવે સ્ટેશને બપોરે 3 કલાકને 50 મિનીટે પહોંચશે અને 3 કલાકને 55 મિનીટે રવાના થશે. વાપી રેલવે સ્ટેશને સાંજે 6 કલાક 13 મિનીટે સ્ટોપેજ લેશે અને 6 કલાક 15 મિનીટે રવાના થશે. ઉપરોક્ત સ્ટોપેજ સિવાય અન્ય કોઇ સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top