National

પાકિસ્તાનની આ સંસ્થા સાથે કનેક્શનની આરોપીઓની કબુલાત, ભારતમાં પણ છે શાખાઓ

રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં મંગળવારે એક દરજી(Tailor)ની ઘાતકી હત્યા(Murder)ને કેન્દ્ર સરકારે આતંકવાદી હુમલા(Terrorist attacks) તરીકે ગણાવી છે અને મંગળવારે રાત્રે આતંકવાદ વિરોધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)(NIA)ની એક ટીમ રાજસ્થાન(Rajasthan) રવાના કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હુમલાખોરો(Attackers)ના આઈએસઆઈએસ(ISIS) સાથે સંબંધ હોઈ શકે છે. આ સમગ્ર ઘટનામાં આરોપીઓની વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી રહ્યા છે.

  • કેન્દ્રએ ઘટનાને ત્રાસવાદી હુમલો ગણી તપાસ માટે એનઆઇએની ટીમ મોકલી
  • આરોપીના તાર આઈએસઆઈએસ સાથે જોડાયેલા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી કે, ”તેમની છરી તેમને પણ મળશે”

અધિકારીઓએ જણાવ્યું હતું કે, NIAની ટીમ આ કેસની સંપૂર્ણ તપાસ કરશે. ધરપકડ કરાયેલા બે આરોપીઓની પૃષ્ઠભૂમિ તપાસ કરશે. એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, ”પ્રાથમિક દૃષ્ટિએ આ એક આતંકવાદી હુમલા જેવું લાગે છે. જેથી આ કેસમાં સંપૂર્ણ તપાસની જરૂરી છે. જેમાં તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ દ્વારા બ્રાઉઝિંગની પણ તાપસ કરવામાં આવશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે, એનઆઈએની એક ટીમને ઉદયપુર મોકલવામાં આવી છે. આતંકવાદ વિરોધી કડક કાયદા અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ કેસ નોંધાયા બાદ આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા બે પૈકી રિયાઝ અત્તારીનું કનેક્શન પાકિસ્તાન સ્થિત દાવત-એ-ઇસ્લામી સાથે હોવાનું સામે આવ્યું છે. જેની ભારતમાં પણ શાખાઓ છે. દાવત-એ-ઇસ્લામીના કેટલાક કેડર 2011માં પંજાબમાં ગવર્નર સલમાન તાસીરની હત્યા સહિત અનેક આતંકી ઘટનાઓમાં સંડોવાયેલા હતા. આરોપીઓએ પોતાના પાકિસ્તાની કનેક્શનની કબુલાત પણ કરી લીધી છે.

રિયાઝ અત્તારી મુજીબ અબ્બાસીના સંપર્કમાં
આતંકવાદી જૂથો ખાસ કરીને આઈએસઆઈએસ અને અલ-કાયદા દ્વારા શિરચ્છેદ કરવું એ તેઓના માટે સામાન્ય બાબત છે. આ ભયાનક પ્રથા 2014માં શરૂ થઈ હતી. જ્યારે આઈએસઆઈએસ દ્વારા આ રીતે ઘણા વિદેશીઓની શિરચ્છેદ કરીને હત્યા કરી નાખવામાં આવી હતી, આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ આરોપી રિયાઝ અત્તારી 2021માં ત્રણ વખત રાજ્યના ટોન્ક શહેરના રહેવાસી મુજીબ અબ્બાસીના સંપર્કમાં હતો. મુજીબને તાજેતરમાં આઈએસઆઈએસના એક કેસમાં રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ કેસના સંબંધમાં રતલામના કેટલાક લોકોની રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. મૃતક કનૈયાલાલ દરજીએ 10 દિવસ પહેલા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું.

Most Popular

To Top