World

UAEના PMની દીકરીએ ઈન્સ્ટાગ્રામ પર પતિને આપ્યા ડિવોર્સ, પોસ્ટમાં લખ્યું ડિયર હસબન્ડ…

નવી દિલ્હીઃ દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની દીકરીએ સોશિયલ મીડિયા પર પોતાના ડિવોર્સની એનાઉસમેન્ટ કરતા ચકચાર મચી ગઈ છે. મક્તૂમની દીકરી શેખા માહરા બિન્તે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી પોતાના પતિને ડિવોર્સ આપ્યા છે, જેના લીધે વધુ ચર્ચા થઈ રહી છે. હજુ બે મહિના પહેલાં જ માહરાએ દીકરીને જન્મ આપ્યો હતો.

મક્તૂમની દીકરી શેખા માહરા બિન્ત એ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મક્તૂમ સાથે તલાકની એનાઉસમેન્ટ કરતા કહ્યું કે, ડિયર હસબન્ડ, જેમ કે તમે અન્ય લોકો સાથે વ્યસ્ત છો. એટલે હું આપણા તલાકની એનાઉસમેન્ટ કરું છું. હું તમને તલાક આપું છું. હું તમને તલાક આપું છું અને હું તમને તલાક આપું છું. ટેક કેર. તમારી પૂર્વ પત્ની.

જણાવી દઈએ કે, માહરાનો જન્મ 1994માં થયો હતો. ગયા વર્ષે 27 મેના રોજ શેખ મના બિન સાથે તેણીએ નિકાહ કર્યા હતા. નિકાહના પાંચ મહિના બાદ માહરાએ પોતે ગર્ભવતી હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણીએ પોતાના અલ્ટ્રાસાઉન્ડ સ્કૈનનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા લખ્યું હતું કે, માત્ર અમે ત્રણ.

જોકે, હવે જ્યારે માહરાએ પોતાના તલાકની જાહેરાત કરી છે ત્યારે તેણીએ પોતાની દીકરી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે માત્ર અમે બે. માહરાએ પોતાની દીકરીનું નામ હિન્દ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુએઈના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે તાજેતરમાં પોતાની કેબિનેટમાં મોટો ઉલેટફેર કર્યો હતો. તેમણે પોતાના દીકરા અમીરાતના યુવરાજને યુએઈનો રક્ષામંત્રી બનાવ્યો હતો. તે ઉપરાંત તેમણે અન્ય અનેક મંત્રાલયમાં ફેરફારની ઘોષણા કરી હતી.

Most Popular

To Top