National

UAEનો ફેસલો: પાસપોર્ટ ઉપર આવા નામ વાળા ભારતીઓને યાત્રાની અનુમતિ નહિ અપાશે

નવી દિલ્હી : હાલમાં UAE સરકારે (UAE Govt) તેની ટ્રાવેલ ગાઇડલાઇનમાં (Travel Guideline) મોટા ફેરફારો (Change) કર્યા છે. જો તેમને તેની જાણકારી નહિ હોઈ તો આ માહિતી જરૂરથી જાણી લેજો,જો તમે અથવા તમારો કોઈ જાણકાર UAE જવા માંગતા હોઈ તો આ માહિતી ખુબ મહત્વની છે. નવી સૂચના હેઠળ જો હવે કોઈ વ્યકિતનું પાસપોર્ટ ઉપર જો સિંગલ નામ લખાયેલું છે અને જો તેમાં અટકની કોલમ ખાલી હશે તો તે યુએઈ જવા માટેની અનુમતિ આપવામાં નહિ આવૅ.UAE સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર જો હવેથી પ્રવાસીઓના પાસપોર્ટ પર પ્રથમ અને અંતિમ નામ બંને સ્પષ્ટ હોવા જરૂરી છે. 21 નવેમ્બરથી UAEએ પણ આ નવો નિયમ લાગુ કરી દીધો છે. વધુમાં UAE સરકાર તરફથી એરલાઈન્સ કંપની ઈન્ડિગો ને ટાંકીને પણ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.ઈન્ડિગોએ પણ તેના જવાબમાં કહ્યું હતું કે,યુએઈ સરકારના નિયમો અનુસાર જે પણ યાત્રીઓના પાસપોર્ટ ઉપર જો સિંગલ નામ હશે,અને જો તે ટુરિસ્ટ હશે કે કોઈ પણ વિઝા ધારક હોય તેમને યાત્રાની અનુમતિ આપવામાં આવશે નહિ.

કાયમી વિઝા ધરાવનારાઓને આ છૂટ મળશે
આ ગાઇડલાઇન મુજબ જો કોઈ વ્યકિત UAEનો કાયમી વિઝા ધારક હોય તેવી કન્ડિશનમાં તેમને મુસાફરી કરવા માટે પરવાનગીની જરૂર થી મળશે.પરંતુ આ માટે તેમણે પહેલા અને છેલ્લા બંનેમાં એક જ નામ લખીને પાસપોર્ટ અપડેટ કરાવવો પડશે. ઈન્ડિગોએ કહ્યું છે કે જો કોઈ પેસેન્જરને આનાથી વધુ માહિતીની જરૂર હોય તો તે વેબસાઈટ પર જઈને વિગતો મેળવી શકે છે. UAE સરકાર દ્વારા નવી આ નવી જાહેરાત થયાની સાથે જ ઘણા લોકોને મુશ્કેલી વધી ગઈ છે. હકીકતમાં, UAE પ્રશાસનની સૂચના મળતાની સાથે જ ઘણી એરલાઇન્સ કંપનીઓએ પાસપોર્ટ પર એક જ નામ ધરાવતા મુસાફરોને દેશની બહાર જવાની મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં ઘણા ભારતીય નાગરિકોને UAEથી આવવાની મંજૂરી આપવામાં આવી નથી.

વિઝા માટે અરજી કરતા પહેલા 48 કલાક રાહ જુઓ
UAE સરકારના આ નિર્ણય બાદ વિઝા ધારકોમાં ઘણી જ મુંઝવણો ઉભી થઇ છે. વધુમાં આ સૂચના બાદ એરલાઇન્સ કંપનીઓ એમ્બેસી પાસેથી વધુ માહિતીની રાહ જોઈ રહી છે. આવી કન્ડિશનમાં એવી સલાહ આપવામાં આવી રહી છે કે,વિઝા માટે અરજી કરતા પહેલા તેઓને 48 કલાકની રાહ જોવી અનિવાર્ય છે. આપી છે.ઉલ્લખનીય છે કે ઘણા ભારતીઓ UAE માટે ફિક્વન્ટ ફ્લાઈ કરે છે.અને એવામાં અચાનક આવેલા બદલાવથી ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. અને હવે ઈન્ડિગો એરલાઇન્સ કંપની બાદ એર ઇન્ડિયા એક્સપ્રેક્સ અને સ્પાઇસ જેટ યાત્રીઓ ને એવી સલાહ આપે છે કે મુસાફરી પહેલા યાત્રી તેમના પાસપોર્ટની બધી વિગતોની ખાત્રી કરી લેવી તે અનિવાર્ય પગલું માનવમાં આવી રહ્યું છે.

Most Popular

To Top