SURAT

લગ્નના બીજા જ દિવસે પત્નીએ અસલ રંગ બતાવ્યો, પતિની હાલત બૂરી થઈઃ સુરતની વિચિત્ર ઘટના

સુરતઃ શહેરના વરાછા વિસ્તારના બે યુવકો લગ્ન કરવા જતા છેતરાયા છે. લગ્નના બીજા દિવસે યુવક સાથે એવી ઘટના બની કે તેઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

રાજ્યની અનેક જ્ઞાતિઓમાં દીકરીઓની અછત સર્જાઈ છે, તેના લીધે યુવકોના લગ્ન થતા નથી. ઉંમર નીકળી જવા છતાં લગ્ન ન થતા હોય યુવકો દલાલ મારફતે અંતરિયાળ વિસ્તારની અન્ય જ્ઞાતિઓની યુવતીઓ સાથે રૂપિયા આપી લગ્ન કરવા તૈયાર થતા હોય છે. યુવકોની આ મજબૂરીનો લાભ લૂંટેરી દુલ્હન ગેંગ ઉઠાવતી હોય છે. આવી જ લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર વરાછાના બે યુવકો બન્યા છે.

લૂંટેરી દુલ્હન ટોળકીએ વરાછાના બે પરિવારને ફસાવીને એક યુવક સાથે લગ્ન કરાવ્યા જ્યારે બીજા યુવક સાથે સગાઇ કરાવી કુલ 1.46 લાખ પડાવી લીધાની ફરિયાદ ફરિયાદ વરાછા પોલીસમાં સ્ટેશનમાં નોંધાય છે.

વરાછાના યુવકે 1.30 લાખ ગુમાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાના એ.કે. રોડ સ્થિત રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હિંમત ગોરધન વોરા પોતાના મોટા દિકરાના લગ્ન માટે ગઈ તા. 7 સપ્ટેમ્બર 2024ના રોજ માતાવાડી પાસે ચોકસી બજારમાં તેમને મિત્ર રવજી રૂપાવટને મળ્યા હતા. રવજીભાઈ તેમને વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતાને મળવા માટે લઈ ગયા હતા. હિંમતભાઇ અગાઉ બજરંગનગરમાં રહેતા હોવાથી વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતા તેમને ઓળખતા હતા. રવજીભાઇએ પણ પોતાના દિકરા માટે યોગ્ય કન્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું. બાદમાં વિપુલ મહારાજે હિંમતભાઇ અને રવજીભાઇને અલગ અલગ કન્યાના ફોટો સંજય ઉર્ફે પ્રવિણ ગાબાણીના વોટ્સઅપ પરથી મોકલી આપ્યા હતા. જેમાં રવજીભાઇના દિકરા અતુલને એક યુવતી પસંદ આવતા તેમણે વિપુલ મહારાજનો સંપર્ક કર્યો હતો.

યુવતીનું નામ કુંતા હતું. રવજીભાઇને નર્મદા રાજપીપળાના બામલા ગામે લઇ જઈ કન્યા બતાવી હતી. લગ્ન પેટે 1.20 લાખ આપવાનું નક્કી થયું હતું. 60,000 સગાઇ વખતે અને રૂ.60,000 લગ્ન વખતે તથા વિપુલ મહારાજને 10,000 આપવાનું નક્કી થયું હતું. લગ્ન વખતે દાગીના અને રૂ.1.30 લાખ મળી કુલ રૂ.1.47 લાખ સંજય મરફતે યુવતીના પરિવારજનોને આપ્યા હતા. લગ્ન બાદ કુંતા બીજા દિવસે પિયર ગઈ પછી પાછી આવી નહોતી. તેનો ફોન પણ બંધ હતો. તેથી કુંતાને શોધવા અતુલ તેના સાસરે ગયો હતો, ત્યારે પાડોશીઓ પાસેથી ખબર પડી કે તેની પત્ની કુંતા લૂંટેરી દુલ્હન છે.

લગ્ન વિના જ 1 લાખ રૂપિયા પડાવી લીધા
વરાછાનો બીજો એક યુવક પણ લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યો છે. હિંમતભાઇના દિકરા રોમિતને પણ એક યુવતી પસંદ પડી હતી. આ યુવતીનું નામ પદ્મા હતું. વિપુલ મહારાજ અને સંજય ઉર્ફે પ્રવિણ યુવતી જોવા હિંમતભાઇ અને તેના દિકરા રોમિતને રાજપીપળાના ભીમપોર ગામે લઈ ગયા હતા. જ્યાં હાજર વ્યક્તિને તેના પિતા સંગીતા અને ભાઇ અનિલ હોવાનું જણાવ્યું હતું. રોમિતના લગ્ન પણ રૂ.1.30 લાખમાં નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.30,000 સ્થળ પર આપવામાં આવ્યા હતા. બાકીના સગાઇ વખતે રૂ.30,000 આપ્યા હતા.

આ ઉપરાંત સગાઇમાં યુવતી પદ્માને જણસ પણ આપી હતી. બાકીના પૈસા લગ્ન વખતે આપવાનું નક્કી થયું હતું. તા.15-8-24ના રોજ સંજય ઉર્ફે પ્રવિણ, કન્યા પદ્મા પદ્મા તેની માતા સંગીતાબેન તેનો ભાઈ અનિલ અને સંજયભાઈ ઇકો ગાડી લઈને સુરત આવ્યા હતા. અને રોમિતના ઘરે સગાઇ કરી હતી. સગાઇ વખતે રૂ.30000 આપી દીધા હતા. બાદમાં સંજય તેમના પાસેથી રૂ.60,000 લઇ ગયો હતો. આમ હિંમતભાઇ પાસેથી રૂ.99,300 પડાવી લીધા હતા.

Most Popular

To Top