સુરતઃ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ફ્લાય બ્રિજ અને ધાબા પર પતંગના દોરા બ્રિજ પર પડતા હોય છે જેના કારણે અકસ્માત થતા હોય અને જાનહાનિ થવાની સંભાવના લઈને મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત પણે ટુ વ્હીલર વાહન ચાલક માટે પ્રતિબંધ મુકાયો છે.
આગામી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટુ-વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના-મોટા અકસ્માત અને મોત થતાં હતાં તેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી મકરસંક્રાંતિ બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે
ગુજરાત રાજ્યમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાય ઓવર બ્રિજ સુરત શહેરમાં ઓળખ ઊભી થઈ છે. શહેરમાં ઘણા ફલાય ઓવર બ્રિજ બન્યા છે. મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉતરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાય ઓવર બ્રિજ ઉંચાઈ સરખી હોય છે પતંગ ચગાવતા રસિયાઓને કારણે પતંગનો દોરો ફ્લાય ઓવર બ્રિજ પર પડતો હોય છે. ટુ-વ્હીલર વાહન ચાલક પસાર થતા હોય છે અને તેમના ગળા અને શરીરના ભાગે પતંગ ના દોરાના કારણે ઈજા થતાં નાના મોટા અકસ્માત થાય છે. ઘણીવાર જાનહાનિ થતી હોય છે.
આવા અકસ્માતને અટકાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15 જાન્યુઆરી બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા મકરસંક્રાંતિ એટલે ઉતરાણ તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.
સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાય ઓવર બ્રિજના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે સાથે સાથે પતંગનો દોરો ઓવર બ્રિજ પર અન્ય વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવવામાં આવી રહ્યો છે જેના કારણે અકસ્માત થતા અટકાવવાનું નવું આયોજન મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત પણે કરવામાં આવી રહ્યો છે