SURAT

ઘરની આસપાસ કચરાનો થેલો લઈ કોઈ ફરતું દેખાય તો એલર્ટ થઈ જજો, સુરતમાં બની ચોંકાવનારી ઘટના

સુરત: શહેરના ઉમરા વિસ્તારમાંથી પોલીસે બે ઈસમોને પકડયા છે. આ બે ઈસમો કચરાનો પોટલું લઈ સોસાયટીઓની આસપાસ ફરતા હતા અને ત્યાર બાદ કચરો લેવાના બહાને ઘરમાં ઘુસીને હાથ ફેરો કરતા હતા.

સુરતમાં તસ્કરોનો તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે તસ્કરો પણ અવનવા હથકંડા અપનાવીને ચોરી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં બે તસ્કરોએ કચરો લેવા જવાના નામે ઘરમાં ઘુસીને ચોરી કરી હતી. સિફ્તપૂર્વક થયેલી ચોરીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉંમરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બેને ઝડપી પાડયા હતાં. બન્ને આરોપીઓ કચરો લેવા જતા હોય તેવો થેલો રાખી ઢોંગ કરી ચોરી કરતા હતાં. થેલાની અંદર શટર ખોલવા માટેના સાધનો રાખતા હતાં. જે જગ્યા પર રેકી કરવાની હોય ત્યાં કચરો એકઠો કરી રાખતા હતાં. કોઈ અવર જવરના હોય તેવી જગ્યાએ શટર ખોલી અંદર ઘુસી જતા હતાં.

તસ્કરો સિફ્તપૂર્વક ચોરી કરી ત્યાંથી નાસી છૂટી અન્ય અને બાદમાં જગ્યાએ કચરો એકઠો કરવા લાગતા હતાં. બન્ને આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે બાતમ ના આધારે સદામ રશીદ શેખ અને ઇફતરખાન મોહંમદ હારુનને ઝડપી પાડયા હતાં. બન્ને પાસેથી 3850 રૂપિયા પોલીસે કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

હેન્ડલુમના શો રૂમમાં ચોરી થયા બાદ પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો
થોડા સમય પહેલાં ઉમરા વિસ્તારમાં આવેલા એક હેન્ડલુમના શોરૂમમાં ચોરી થઈ હતી. શો રૂમના માલિકે ફરિયાદ આપતા ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં થેલો લઈ કચરો વીણવા આવતા બે શખ્સો નજરે પડ્યા હતા. તેમના પર સતત વોચ રાખવામાં આવતા તે બંનેએ ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો.

Most Popular

To Top