વડોદરા : ગુજરાત પંચાયત પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લિક કૌભાંડમાં દિવસેને દિવસે નવા ખુલાસા બહાર આવવા સાથે અન્ય આરોપીઓની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ભાસ્કર સહિતના આરોપીઓ પકડાયા હતા ત્યારે શહેરમાંથી ભાગી ગયેલા અને બે સાગરીતોને એટીએસની ટીમે કલકત્તાથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 ફેબ્રુઆરીના સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનયી છેકે પેપર કાંડમાં અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરાઇ ચૂકી છે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 30 જાન્યુઆરીએ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર સરકારની આંખમાં ધૂળ નાખનાર લોભિયા તત્વો દ્વારા 29 જાન્યુઆરીએ રાતે ફોડી નાખીને 9.50 લાખ ઉમેદવારોના ભાવિ સાથે ખિલવાડી કરી છે. પેપર કૌભાંડમાં પેપર હૈદરાબાદીની હાઇટેક પ્રેસમાં લિક થયું હતું. જ્યાં પેપર લઇને ભેજાબાજો વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા માસ્ટર માઇન્ડ ભાસ્કર ચૌધરીના સ્ટેકવાઇઝ ટેકનોલોજીના કોચિંગ ક્લાસ પર આવ્યા હતા. ત્યાંથી જવાબ લખ્યા બાદ પેપર લિક કરવાનો પ્લાન હતો.
પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અગાઉ પર પેપર લિક કરનાર ભાસ્કર ચૌધરી તેના તેનો સાથીદાર કેતન બારોટ પર ગુજરાત એટીએસની બાજ નજર હતી. જેવા વડોદરામાં તેઓ ભેગા થયા કે તુરંત ગુજરાત એટીએસ, સરત ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એસઓજીની ટીમે દરોડો પાડીને જુનિયર કલાર્કની પરીક્ષાના પેપર સાથે 16 જણાની ધરપકડ કરવામાં આવી હતી. તમામને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.એક બાજુ આરોપીની રિમાન્ડ ચાલી રહ્યા છે. ત્યારે બીજા તરફ એટીએસની ટીમ ફરાર આરોપીઓની શોધખોળ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં કરી છે.
દરમિયાન પેપર કાંડના અન્ય આરોપીઓ કલકત્તામાં હોવાની બાતમી એટીએસની મળી હતી.જેના આધારે ટીમે રેઇડ કરીને કલકત્તાથી ભાસ્કર ચૌધરીના બે સાગરીતો સુમિતકુમારસિંગ નંદકિશોરસિંગ રાજપૂત (ઉં.વ. રહે. સમસારા એપાર્ટમેન્ટ કેનાલ રોડ વડોદરા મૂળ ગામ ધરારાહ થાના. જિ.મુંગેર બિહાર અને નિશિકાંત સિન્હા શશિકાંતસિંહ કુશવાહ (રહે, બંગલા નં.2 રિવેરિયા-2 વાસના ભાયલી રોડ વડોદરા મૂળ ગામ ભટ્ટાથાના કાશીચક જિ.નવાદા બિહારની ધરપકડ કરાઇ હતી. ગુજરાત એટીએસની ટીમ દ્વારા શુક્રવારે બંને આરોપીને વડોદરાની કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. પરંતુ તેમના કોર્ટ દ્વારા 10 ફેબ્રુઆરી સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આરોપી ભાસ્કર ચૌધરીને અટલાદરાની ઓફિસ લવાયો
જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડનાે મુખ્ય સૂત્રધાર ભાસ્કર ચૌધરી હાલ રિમાન્ડ પર છે ત્યારે જેની એટીએસ દ્વારા વધુ તપાસ માટે વડોદરાના અટલાદરા ખાતે આવેલી તેના સ્ટેકવાઇઝ ટેકનો.ના કોચિંગ ક્લાસ પર લઇ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ક્લાસમાં લઇ જવાયો હતો. ત્યારબાદ ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યું હતું. જોકે એટીએસ દ્વારા ઓફિસમાંથી કઇ કઇ વસ્તુ કબેજ કરવામાં આવી હતી તે સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું ન હતું.
રિમાન્ડ દરમિયાન પૂછાનારા સવાલો
સુમિત અને નિશિકાંતની પોલીસે કસ્ટડી દરમિયાન તેઓએ આ પરીક્ષાનું પેપર કોઇની પાસેથી મેળવ્યું હતું.
મેળવ્યું હોય તો કોની પાસેથી કેટલા રૂપિયામાં કઇ જગ્યાએથી લીધું હતું
કૌભાંડમાં તેઓની સાતે અન્ય કોણ કોણ સંડેવાયેલા છે. #તેઓએ પરીક્ષાનું પેપર કોઇ ઉમેદવારોને વેચ્યું છે કે નહીં? #આ પરીક્ષા સિવાય અન્ય કોઇ સરકારી ભરતી અંગેના પેપર લિક થયેલા પેપરો કોઇ ઉમેદવારોને વેચ્યા છે?
અગાઉ કોઇ ગુનામાં પકડાયા છે ?
1 કેન્ડિડેટનો આઠ લાખમાં સોદો કર્યો હતો
પેપર કાંડમાં પકડાયેલા માસ્ટર માઇન્ડ ભાસ્કર ચૌધરી અગાઉ વર્, 2019માં બિટ્સ પીલાનીમા એન્જિનિયિરિંગમાં એડમિશન અપાવવા બાબતે છોકરાઓને પાસ કરાવવા બાબતે સીબીઆઇમાં પકડાયો છે જે જામીન પર મુક્ત થયો છે. સુમિત અને નિશિકાંત બંને જુનિયર ક્લાર્કની પરીક્ષાના આગળના દિવસે ભાસ્કરને એક કેન્ડિડેટના રૂ. 8 લાખમાં સોદો કર્યો હતો અને ભાસ્કર સહિતના આરોપીઓ પકડાઇ જતા બંને કલકત્તા ભાગી ગયા હતા.