Dakshin Gujarat

વલસાડના દરિયા કિનારે થાર કારમાં સ્ટંટ કરનારા બે લબર મુછીયા પકડાયા

વલસાડ : વલસાડ તાલુકાના દાંડી ગામે દરિયા કિનારે મહિન્દ્રા થાર કારમાં બે લબર મુછીયાએ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટંટ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસે બેની ધરપકડ અને કાર જપ્ત કરી છે.
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે હાલના નવ યુવાનો જીવ જોખમે સ્ટંટ કરી રહ્યા છે.

  • વલસાડના દરિયા કિનારે થાર કારમાં સ્ટંટ કરનારા બે લબર મુછીયા પકડાયા
  • સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરનારાની કાર જપ્ત કરી

વલસાડ તાલુકાના દાંડી ગામના દરિયા કિનારે થાર કારનો ચાલક દરિયા કિનારે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવ જોખમે સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પટેલ રોનક નામના યુવાને પોતાની આઈડી પર વાયરલ કર્યો હતો. જે વાયરલ વીડિયોને ડુંગરી પોલીસ પર પહોંચ્યો હતો. ડુંગરી પોલીસે તપાસ કરતા જીવ જોખમે સ્ટંટ કરનાર ધરમપુર તાલુકાના વાલોડ ફળિયામાં રહેતા રોનક હસમુખ ધોડિયા પટેલ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વિડીયોગ્રાફી કરનાર ધરમપુર વાલોડ ફળિયામાં રહેતો જય અનમોલ મોહન ધોડિયા પટેલ હતો. પોલીસ આ બંનેને ડુંગરી પોલીસ મથકે લાવીને કાર જપ્ત કરીને બંને સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top