Vadodara

સાયકલ સવારને ધાકધમકી આપી લૂંટી લેનાર 2 શખ્સો ઝડપાયા

ડભોઇ : કલેકટર કચેરીની ખાણ અને ખનીજ શાખાને ડભોઇ તાલુકાના કરનેટ (ઝવેરપુરા) ગામે ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ખનિજ ના બિન અધિકૃત ખાણ કામ અને વહન ની બાતમી મળી હતી.તેના અનુસંધાને ટીમ દ્વારા આજે વહેલી સવારે નદી પટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન ખનિજ ચોરી નો પર્દાફાશ થયો હતો.  આ અંગે જાણકારી આપતાં ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું કે,તપાસ દરમિયાન 1 હિટાચી મશીન( એકસકેવેટર) દ્વારા આ સ્થળે ભીમપુરા નિવાસી વિજયભાઈ માનસિંહભાઈ પાટણવાડિયા અને રોહિત જગદીશભાઈ પરાગભાઇ દ્વારા સાદી રેતી ખનિજનું બિન અધિકૃત ખાણકામ અને વહન કરવામાં આવતું જણાયું હતું.

તેને અનુલક્ષીને ઘટના સ્થળે થી રેતી ભરેલી ચાર ટ્રકો,ખાલી બે ટ્રકો અને ઉપરોક્ત હિટાચી મશીન સહિતનો કુલ રૂ.60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સંબંધિત હિટાચી મશીન ના માલિક વિજયભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કસૂરવારો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવતા રેતી ના બિન અધિકૃત ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Most Popular

To Top