Madhya Gujarat

દે.બારીઆ ચોકડી ફાટક ફળિયામાં બે રહેણાક મકાનો પાછળથી ક્રુરતા પૂર્વક બાંધી રાખેલા ગૌંવશોને મુક્ત કરાયા

દાહોદ,દે.બારીયા; દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ પોલિસે દેવગઢ બારીઆ ચોકડી ફાટક ફળિયામાં બે રહેણાક મકાનો તથા તે મકાનોની પાછળ આવેલ ગાંડા બાવળકોના ઝાડી ઝાંખરાઓમાં ઓચિંતો છાપો મારી ઘાસચારો અને પાણીની સગવડ રાખ્યા વગર કતલ કરવા માટે ટુંકા દોરડા વડે અત્યંત ક્રુરતા પૂર્વક મુશ્કેટાટ બાંધી રાખેલ ગાયો, બળદો તેમજ વાછરડા મળી રૂા. ૫,૧૫૦૦૦ની કિંમતના ૪૦ જેટલા ગૌવંશને પકડી પાડી મુક્ત કરાવી નજીકની પાંજરાપોળમાં મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆ નગરના કાપડી ફાટક ફળિયામાં રહેતા હુસેનભાઈ ક્યુમભાઈ સુકલા તથા સીરાજભાઈ અયુબભાઈ ભીખા એમ બંને જણાના મકાનોમાં તેમજ તે બંનેના મકાનની પાછળ આવેલ ગાંડા બાવળના ઝાડી ઝાંખરામાં કતલ કરવા માટે ૨૦૦ જેટલા ગૌવંશને ઘાસચારો તથા પાણીની સગવડ રાખ્યા વગર ટુંકા દોરડા વડે અત્યંત ક્રુરતા પૂર્વક મુશ્કેટાટ બાંધી રાખ્યા હોવાની બાતમી દેવગઢ બારીઆ પોલિસને મળી હતી. જે બાતમીના આધારે દે.બારીયા પી.એસ.આઈ સી.આર. દેસાઈ તથા તેમના સ્ટાફના પોલિસ કર્મીઓની ટીમે ગઈકાલે સાંજે પોણા સાત વાગ્યાના સુમારે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો માર્યો હતો.

અને બાતમીવાળા ઉપરોક્ત બંને મકાનો તથા તે મકાનોની પાછળ ગાંડા બાવળના ઝાડી ઝાંખરામાંથી ઘાસ ચારા-પાણીની સગવડ રાખ્યા વિના ટુંકા દોરડા વડે અત્યંત ક્રુરતા પૂર્વક બાંધી રાખેલ રૂા. ૩,૭૫૦૦૦ની કુલ કિંમતની સફેદ, લાલ, કાળા કલરની ગાયો નંગ-૨૫, રૂા. ૯૦,૦૦૦ની કુલ કિંમતના સફેદ-લાલ-કાળા બળદો નંગ-૯, રૂા. ૪૦,૦૦૦ની કિંમતના સફેદ લાલ કલરના વાછરડા નંગ-૪ તથા રૂા. ૧૦,૦૦૦ની કુલ કિંમતની સફેદ-લાલ વાછરડી નંગ-૨ મળી કુલ રૂપિયા ૫,૧૫૦૦૦ની કુલ કિંમતના ગૌવંશ નંગ-૪૦ પકડી પાડી કબજે લઈ નજીકની પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા પોલિસના છાપા સમયે ઉપરોક્ત બને મકાનમાલિકો ઘરે હાજર ન હોવાથી પોલિસ તેમની ધરપકડ કરી શકી ન હતી. અ સંબંધે દેવગઢ બારીઆ પોલિસે દેવગઢ બારીઆ કાપડી ફાટક ફળિયામાં રહેતા હુસેનભાઈ કયુમભાઈ સુકલા તથા સિરાજભાઈ ઐયુબભાઈ ભીખા વિરૂધ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો ધારો ૧૯૬૦ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top