સુરત: અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર સ્થિત યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરીઝમ એવોર્ડ 2024 – સીઝન-6માં બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે. રાજ્યના પૂર્વ પ્રવાસન સચિવ વિપુલ મિત્રા અને ભારતના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ગંગાધરન, કીર્તિ ઠાકર, અનિલ મુલચંદાણી અને અનુજભાઈ સહિતની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની પસંદગી કરવામાં આવી હતી. વિવિધ મૂલ્યાંકન કર્યા બાદ આ પેનલે યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને શ્રેષ્ઠ આઉટબાઉન્ડ કોર્પોરેટ ટૂર ઓપરેટર અને શ્રેષ્ઠ ટિકિટિંગ એજન્ટ એમ બે પ્રતિષ્ઠિત એવોર્ડ જાહેર કર્યા હતા.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ એ યશવી ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સની ગ્રાહકો પ્રત્યેની અપ્રતિમ સેવા તેમજ અસાધારણ ટ્રાવેલ સોલ્યુશન્સને આભારી છે. આ એવોર્ડ એ ટુરીઝમ ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને મળેલું આ બહુમાન એ માત્ર કંપનીની સિદ્ધિઓને જ આભારી નથી પરંતુ કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને વ્યક્તિગત પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતોને સમજીને તેની પૂર્તતા કરતી તેની ટીમને પણ આભારી છે. યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ટીમ પ્રેરણાના એક જબરદસ્ત સ્ત્રોત તરીકે પણ કામ કરે છે.
ટુરીઝમ ક્ષેત્રે મળેલા આ બહુમાન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સ્થાપક રાજન ભાટલાએ જણાવ્યું હતું કે, “અમારી આખી ટીમ આ બહુમાન મળ્યું તેથી ઘણી ઉત્સાહિત છે કારણ કે આ ટીમ જ અમારા ગ્રાહકોની સેવા કરવા અને અમારી બ્રાન્ડ બનાવવા માટે સમર્પિત છે. અમારી ટીમનું આ સમર્પણ ભવિષ્યમાં પણ અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાના અમારા ઉદ્દેશ્યમાં પ્રેરિત કરશે. આ બે એવોર્ડ ઉપરાંત, યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અન્ય સિટીમાં બેસ્ટ આઉટબાઉન્ડ ટૂર ઓપરેટર, અન્ય સિટીમાં બેસ્ટ ફેમિલી ટૂર ઓપરેટર અને અન્ય સિટીમાં બેસ્ટ ટિકિટિંગ એજન્ટ સહિત અન્ય અનેક કેટેગરીમાં નોમિનેટ થયું હતુ. જે પ્રવાસન ઉદ્યોગ અંતર્ગત તેના વિવિધ સેગમેન્ટમાં તેની શ્રેષ્ઠતાને સાબિત કરે છે.