શ્રીનગર (Srinagar): પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અવાર-નવાર આતંકી પ્રવૃત્તિ (terrorism activity) સતત ચાલુુ રખાવીને ખીણમાં શાંતિ પ્રવર્તવા દેતુ નથી.
મોદી સરકારના (Modi Government) કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ ઘણા અંશે ઓછી થઇ છે, જો કે અહીં આતંકી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઇ ગઇ છે એવુ કહી શકાય નહીં. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભર ધોળે દહાડે આતંકવાદી તત્વોએ રસ્તા વચ્ચે ગોળીબાર કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીનગરમાં ઉચ્ચ સિક્યુરિટી એરપોર્ટ રૂટ પર બાગટ વિસ્તારમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ (terrorists) બંને પોલીસ કર્મચારીઓને ખૂબ નજીકથી માર્યા હતા.
પોલીસે જણાવ્યુ હતુ કે બંને પોલીસ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા. તેઓએ મરનાર પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યુસુફ અને કોન્સ્ટેબલ સોહેલ તરીકે કરી છે. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ હુમલાખોરોની શોધ શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં આ બીજો હુમલો છે. બુધવારે આતંકવાદીઓએ શહેરના ઉચ્ચ સુરક્ષાવાળા દુર્નાનાગ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટના માલિક અને તેના પુત્રને ગોળી મારી હતી. જો કે તેઓને સમયસર હોસ્પિટલ લઇ જવાતા તેઓ બચી ગયા હતા. આજનો હુમલો તે સમયે થયો છે જ્યારે વિવિધ દેશોના રાજદ્વારીઓના 24 સભ્યોના પ્રતિનિધિ મંડળો જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિનું આકલન કરવા કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે છે.
ગુરુવારે સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ જેમાં તેમણે મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યા હતા. આ શસ્ત્રો જમ્મુના રિયાસી જિલ્લાના જંગલોમાં છુપાડાયેલા હતા. સૈન્ય અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, બુધવારે સાંજે જિલ્લાના મકકીદરના ગાઢ જંગલોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ પીર પંજલ રેન્જના અંતરિયાળ વિસ્તારમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા.