Dakshin Gujarat

ચીખલીના ગોડથલ ગામમાં ટેમ્પોમાં 4.50 લાખના ગેરકાયદે ખેરના લાકડા સાથે બે શખ્સો પકડાયા, ત્રણ શખ્સો ફરાર

ઘેજ: ચીખલી (Chikhali) તાલુકાના ગોડથલ ગામે વન વિભાગના (forest department) સ્ટાફે છાપો મારી 4.50 લાખ રૂપિયાના ખેરના લાકડાનો (wood) જથ્થો અને ટેમ્પો-કાર (Tempo-car) સહિતના બે વાહનો સાથે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ જેટલા આરોપીને (Accused) ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


ચીખલી રેંજ કચેરીએથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ (valsad) ઉત્તર વન વિભાગના ડીએફઓ (DF) ઉપરાંત ચીખલી, વાંસદા (vansada) દ્વારા ગોડથલ ગામના પટેલ ફળિયામાં 10 જાન્યુઆરીના રોજ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં છાપો મારી (raid) આઇસર ટેમ્પો નંબર જી.જે. 15 એક્ષ 549માંથી ખેર ઇમારતી છોલેલ નંગ 217 ઘન મીટર 3.763 તથા સ્થળ પરથી ખેર ઇમારતી છોલેલ નંગ 338 ઘન મીટર 3.516 તેમજ ઇમારતી છોલેલ નંગ 113 ઘન મીટર 5.728 મળી કુલ 13.007 ઘન મીટરનો કુલ 450000 લાખ રૂપિયાનો જથ્થો તથા અલ્ટો કારની કિંમત 150000 રૂપિયા મળી કુલ 700000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી શૈલેષ મગન પટેલ (વેલણપુર દુકાન ફળિયા તા. ચીખલી જી. નવસારી) તથા રામદાસ કાશીરામ ઢાંઢર (રહે. ભાનવળ કાસદબારી ફળીયુ તા. ધરમપુર જી. વલસાડ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

વન વિભાગના અધિકારીઓ સામે શંકા
વન વિભાગ દ્વારા ભારતીય વન અધિકારી અને બાયોલોજીકલ ડાયર્વસિટિ એકટની (Biological Diversity Act) જોગવાઇ મુજબ ગુનો નોંધી વેપારી- ટેમ્પો માલિક ગોડથલના અર્જુન નીછાભાઇ ખેરગામ પાટીયા વેપારી મહેશ કરસનભાઇ, ટેમ્પો ડ્રાઇવર મોડવખડકના કેતન હરીશભાઇ એમ ત્રણ જેટલાને ફરાર આરોપી જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. વન વિભાગ દ્વારા ગોડથલ ગામેથી ખેરના લાકડાનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આઇસર ટેમ્પોની કિંમત માત્ર એક લાખ રૂપિયા જયારે અલ્ટો કારની કિંમત દોઢ લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે ત્યારે આ બાબત પણ વન વિભાગના અધિકારીઓ સામે શંકા ઉપજાવે છે.


લાકડાની તસ્કરીની માહિતી આપવામાં ચીખલી રેન્જના ઠાગાઠૈયા
ગોડથલ ગામેથી ઇમારતી લાકડાની તસ્કરીનું મસમોટું કૌભાંડ પકડાયાની માહિતી આપવામાં ચીખલી રેંજ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા. બનાવના ઠેઠ 23 કલાક બાદ માહિતી આપવામાં આવી હતી. એક સપ્તા પહેલા પણ ખેરગામના પાટીથી ખેરના લાકડા ઝડપાયા હતા જેમાં સંડોવાયેલ આરોપીનું નામ ગોડથલના ગુનામાં પણ બહાર આવ્યું છે. ત્યારે આ વિસ્તારમાં ઇમારતી લાકડાની તસ્કરીનું રેકેટ કેટલા સમયથી અને કોના આશીર્વાદથી ચાલતું હતું? ગોડથલમાં ડીએફઓ દ્વારા છાપો મારવામાં આવ્યો તો ચીખલી રેંજનો સ્ટાફ ખરેખર ઉંઘતો ઝડપાયો કે પછી તેઓ ગાંધારીની ભૂમિકામાં હતા? સ્થળ પર ખરેખર કેટલા વાહન અને જથ્થો હતો? માહિતી આપવામાં કલાકો ગયા તો ખરેખર મોટી રકમની ગોઠવણમાં આટલા કલાકો પસાર કરવા કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ખરેખર આ ખેરના લાકડાનો જથ્થો કયાં રવાના થવાનો હતો અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ લાકડા ચોર વિરપ્પનો ઉપર વનવિભાગના કયા અધિકારીના આશીર્વાદ હતા તે સહિતની તમામ બાબતે ઝીણવટભરી તપાસ થાય અને ચીખલી રેંજના જવાબદાર સ્ટાફ સામેપણ કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.

Most Popular

To Top