દાહોદ, તા.25
ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ખુંટન ખેડા ગામે લીમડી-ગોધરા રોડ પર પલાસ પેટ્રોલ પંપ પાસે રાત્રીના પોણા નવ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ સામેથી આવતી ડ્યુક મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં મોટર સાયકલ ચાલક ખુંટનખેડા ગદામના મંદીર ફળિયાના ૧૯ વર્ષીય અવિનાશભાઈ રાકેશભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ સંબંધે લીમડી પોલિસે અજાણ્યા વાહન વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જિલ્લામાં હીટ એન્ડ રનની ત્રીજી ઘટના ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામે બનવા પામી હતી. જેમાં એક મોટર સાયકલ ધાણીખુંટ ગામે બનવા પામી હતી.જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી હંકારી લાવી સામેથી આવતી મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં મોટર સાયકલ ચાલક ફતેપુરાના પાટડીયા ગામના ડુંગરા ફળિયાના ૧૮ વર્ષીય સચીનભાઈ રાકેશભાઈ ગરાસીયાને મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે સામેની મોટર સાયકલના ચાલકનો ડાબો પગ ફ્રેક્ચર થતાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સંદર્ભે સુખસર પોલિસે મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દાહોદ જિલ્લામાં હીટ એન્ડ રનની જુદી જુદી ઘટનાઓમાં બેના મોત નિપજ્યા
By
Posted on