National

NEET પેપર લીક મામલે CBIને મોટી સફળતા, બે મુખ્ય આરોપીઓ ઝડપાયા

નવી દિલ્હી: NEET કેસમાં CBIને મોટી સફળતા મળી હતી. અસલમાં આજે મંગળવારના રોજ સીબીઆઇએ આ મામલે બે મોટી ધરપકડ કરી હતી. જેમાં સીબીઆઈએ બિહારની રાજધાની પટનામાંથી (Patna) પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંકજે હજારીબાગના બોક્સમાંથી પેપર્સની ચોરી કરીને પેપરને આગળ વહેંચી દીધા હતા. તે જ સમયે રાજુ સિંહે પેપર્સના વધુ વિતરણમાં મદદ કરી હતી. પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે અને પંકજએ જ હજારીબાગમાંથી ટ્રકમાંથી પેપરની ચોરી કરીને પેપર્સનું આગળ વિતરણ કર્યું હતું, જ્યારે રાજુ સિંહ નામના વ્યક્તિએ પેપરનું વિતરણ કરવામાં મદદ કરી હતી. ત્યારે પેપર ચોરીમાં પંકજ મુખ્ય સૂત્રધાર છે. આ સાથે જ CBI દ્વારા NEET કેસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ધરપકડ છે.

ટ્રંકનો વીડિયો સામે આવ્યો
સીબીઆઈએ એક ટ્રંકનો વીડિયો પણ શેર કર્યો છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ ટ્રંક છે જેમાં હજારીબાગમાં NEETના પેપર આવ્યા હતા. આ દરમિયાન પંકજ ઉર્ફે આદિત્યએ આ ટ્રકમાંથી પેપર્સ ચોરીને આગળ મોકલી દીધા હતા. ત્યારે સીબીઆઈના જણાવ્યા અનુસાર, હજારીબાગમાં ટ્રંકમાંથી પેપરની ચોરી કરીને તેને આગળ વહેંચવા પાછળનો માસ્ટરમાઇન્ડ પંકજ ઉર્ફે આદિત્ય જ છે, તેની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેના સહયોગી રાજુએ પેપરનું વિતરણ કર્યું હતું.

લીકની શરૂઆત હજારીબાગ…: સીબીઆઈ
હકીકતમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અગાઉ NEET-UG પેપર લીકના મૂળ સ્થળ તરીકે હજારીબાગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે સીબીઆઈની તપાસમાં કહેવામાં આવ્યું હતું કે આ પેપર હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી લીક થયું હતું. તેમજ ત્યાં પહોંચેલા પેપરના બે સેટના સીલ તુટી ગયા હતા અને આ મુદ્દો ઉઠાવવાને બદલે શાળાના સ્ટાફે મૌન સેવ્યું હતું. એસબીઆઈ હજારીબાગથી ઘણા કેન્દ્રોમાં પ્રશ્નપત્રોના 9 સેટ મોકલવામાં આવ્યા હતા. જ્યારે ઓએસિસ સ્કૂલ સેન્ટર પર પહોંચેલા પ્રશ્નપત્રનું સીલ તુટી ગયું હતું. પરંતુ ત્યાંના કર્મચારીઓએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, જેમાં તેમની પણ ભૂમિકા હતી.

સીબીઆઈએ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે
આ મહિનાની શરૂઆતમાં સીબીઆઈએ મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની બિહારના નાલંદાથી ધરપકડ કરી હતી, એવું માનવામાં આવે છે કે રાકેશ રંજને NEET પેપર લીક કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને રંજનને પકડવા માટે પટના અને કોલકાતામાં 4 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જો કે, સીબીઆઈએ આ કાવતરાનો પર્દાફાશ કરવા માટે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.

Most Popular

To Top