Madhya Gujarat

પેટલાદ શહેરના બે શખસ એમડી ડ્રગ્સ સાથે પકડાયાં

પેટલાદ : આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પોરડા પીકઅપ સ્ટેન્ડ પાસે રીક્ષામાં સવાર બે શખસની અટકની તલાસી લીધી હતી. જેમાં એક પાસે એમડી ડ્રગ્સનો મળી આવ્યું હતું. જે પોલીસે કબજે લીધું હતું અને બન્ને સામે ગુનો નોંધી દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. ડાભીને બાતમી મળી હતી કે, પેટલાદમાં રહેતા અકરમઅલી ઉર્ફે બાપુ ફરીદઅલી સૈયદ તથા હનિફ અહેમદ મલેક ચોરીછુપીથી એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે નડિયાદથી બાંધણી ચોકડી થઇને પેટલાદ તરફ રીક્ષામાં એમડી ડ્રગ્સ લઇને નિકળી રહ્યાં છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી 16મીની રાત્રે પોરડા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન રીક્ષા આવતા તેને રોકી કોર્ડન કરી હતી. રીક્ષામાં સવાર બે શખસની પુછપરછ કરતાં તે હનિફ અહેમદ મલેક (રહે. પેટલાદ) અને પાછળ બેઠેલા શખસે અકરમ ઉર્ફે બાબુ ફરીદઅલી સૈયદ (રહે.પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને શખસોની ઝડતી લેતા અકરમના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકની ઝીપ લોક પાઉચ મળી આવ્યું હતું. જે પાઉચમાં કંઇક શંકાસ્પદ નશીલો પદાર્થ જણાયો હતો. જે એમડી ડ્રગ્સ હોવાનું જણાયું હતું. આથી, એસઓજીની ટીમ એલર્ટ થઇ ગઈ હતી અને બન્ને શખસની અટક કરી હતી. આ ડ્રગ્સનું વજન કરતાં તે 10.04 ગ્રામ કિંમત રૂ.91,400 હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરતાં ડ્રગ્સ, મોબાઇલ, રીક્ષા સહિત કુલ રૂ.1,49,100નો મુદ્દામાલ જપ્ત કરી હનિફ મલેક અને અકરમ સૈયદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top