વડોદરા : તાજેતરમાં બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે જમીનના ખરીદ વેચાણ અંગે અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ સાથે એમઓયુ થયા હતા અલ્પેશ ઠાકોર દ્વારા આ એમ ઓ યુ નો ખોટો ઉપયોગ કરાતા તેની સામે પોલીસ કેસ થયો છે અને તેના કારણે બી સી એ વિવાદમાં ફસાયું છે જેના પગલે બીસીએ ની અપેક્ષ બોડી ના બે સિનિયર સભ્યો શીતલ મહેતા કે જેઓ બીસીએ ના ઉપપ્રમુખ છે તેમના દ્વારા અને એડવોકેટ કમલ પંડ્યા કે જેઓ ખૂબ જ સિનિયર મેમ્બર છે તેમના દ્વારા અલ્પેશ ઠાકોર સાથેના એમઓયુ તત્કાળ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
તેઓનું માનવું છે કે અલ્પેશ ઠાકોર ના કારણે બી સી એ ની ગુડ વિલ બગડી રહી છે માટે તેની સાથેના જમીન બાબતના એમઓ યુ રદ થવા જોઈએ આ ઉપરાંત બીજો એક વિવાદ ચાલી રહ્યો છે જેમાં અપેક્ષ બોડી દ્વારા બીસીએ ના સંયુક્ત મંત્રી પરાગ પટેલને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને સસ્પેન્ડ કરિયનો પત્ર આજદિનસુધી આપવામાં આવ્યો નથી તેમને આ પત્ર આપવાની બીસીએ પાસે માંગણી કરી છે જે સંદર્ભે આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ બીસીએ દ્વારા મંત્રી અજીત લે લે ને પરાગ પટેલના સસ્પેન્શન લેટર પર સહી કરવા જણાવ્યું હતું.
પરંતુ મળતી અંગત માહિતી પ્રમાણે દ્વારા સસ્પેન્શન લેટર પર સહી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે અજીત લેલેનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે આવો કોઈ લેટર હજુ સુધી તેમને આપવામાં આવ્યો નથી પરંતુ આ મામલે તેઓ પાસે કોઈ માહિતી નથી જેથી તેઓ આવા કોઈ લેટર પર સહી કરી શકે એમ નથી પરાગ પટેલ સસ્પેન્ડ કર્યા બાદ બીસીએમાં આંતરિક મતભેદો વધી વધી ગયા છે અને બી સી એની અપેક્ષ બોડી ના ઘણા બધા સભ્યો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બને એટલી વહેલી તકે કોટંબીખાતેની જમીન અંગેના અલ્પેશ ઠાકોર સાથેના એમઓયુ રદ કરવાની માંગણી કરવામાં આવી છે જેથી બીસીએ ની આબરૂ બગડે નહીં અને વાસ્તવિકતા ની જાણ દરેક સભ્યને થાય.જોકે હજુ બી સી એ દ્વારા.એમ ઓ યુ રદ કરવાના કોઈ નિર્ણય લેવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.
બધુ જ નીિતનિયમ મુજબ જ થયું છે : પ્રણવ અમીન
પરાગ પટેલ દ્વારા બીસીએ ની કોટંબી ખાતેની ક્રિકેટ સ્ટેડિયમની કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગે નિવેદનો અપાયા બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીન દ્વારા જાહેર નિવેદન કરવામાં આવ્યું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, પરાગ પટેલ દ્વારા જે કંઈ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે બધા ખોટા છે અને જે કંઈ કામ થયું છે તે નિયમ અને કરાર મુજબ થયેલું છે કશું ખોટું થયું નથી દરમિયાન અજીત લે લે માંગણી કરી છે કે પરાગ પટેલને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને પરત લઈ લેવા જોઈએ જો કે આ બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.