Charchapatra

ભારતના બે મહાન વૈજ્ઞાનિકો એક સાથે વૈકુંઠની વાટે

ભારતના એટોમિક એનર્જીના કાર્યક્રમના ભીષ્મ પિતામહ ડૉ. માલુર શ્રીનિવાસનનું 95 વર્ષની વયે તા.20-5-25ના દિવસે દુ:ખદ નિધન થયું. તેમણે ડૉ. હોમી ભામાની સાથે મળીને 1955માં દેશના પ્રથમ ન્યુક્લિયર રીએક્ટર ‘અપ્સરા’ના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને લીધે ભારત ઊર્જાક્ષેત્રમાં આત્મનિર્ભર બની શક્યુ છે. તેઓ ભારતની એટોમિક એનર્જી કમિશનના ચેરમેન હતા. તેમણે ભારતના પરમાણુ કાર્યક્રમને સ્વાયત્ત અને મજબૂત બનાવ્યો છે. તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડ મળ્યા હતા.

ડૉ. જયંત નાર્લીકર: તેમનો જન્મ 19, જુલાઈ, 1938ના દિવસે કોલ્હાપુરમાં થયો હતો. તેઓ વિશ્વના જાણીતા ખગોળ-ભૌતિક શાસ્ત્રી (Astro-Physicist) હતા. તેમના પિતા વિષ્ણુ નાર્લીકર ગણિત શાસ્ત્રી અને માતા સુમતી સંસ્કૃતના સ્કોલર હતાં. તેઓ અને કેમ્બ્રિજના ફ્રેડ હોઇલ BIG-BANG થીયરીને સ્વીકારતા નહોતા. બન્ને મળીને ક્વોસી-સ્ટેડી સ્ટેટ કોસ્મોલોજીની નવી થીયરી રજૂ કરી. તેઓ વિજ્ઞાનને લેબોરેટરી કે રીસર્ચ ઈન્ટસ્ટીટ્યુટ પુરતી મર્યાદિત રાખવાનું નહોતા માનતા. તેથી લોકોને સરળ ભાષામાં વિજ્ઞાન વિશે વાતો કરતાં. તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને આદમ્સ પ્રાઈઝ મળ્યા હતા. તેમનુ મૃત્યુ પણ 20-05-25ના દિવસે થયું. આ બન્ને મહાન વિજ્ઞાનીઓને ભારતના લોકો તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ!
સુરત – ડૉ. કિરીટ ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top