Madhya Gujarat

સંદેસર ગામે દશા માની મૂર્તિ વિસર્જન ટાણે બે શ્રદ્ધાળુ ડૂબ્યા

આણંદ: આણંદના સંદેસર ગામે મોડી રાત્રીના સુમારે દશામાં ની મૂર્તિના વિસર્જન સમયે મોટી નહેરમાં એક કિશોર અને કિશોરી પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.મૂર્તિ વિસર્જન કરી પરત ફરતા બે વ્યક્તિ ન જણાતા સરપંચ દ્વારા આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ અંગે આણંદ ફાયર કર્મચારી નરેન્દ્રભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર ફાયર ટીમ આવ્યા અગાઉ સ્થાનિક તરવૈયાઓ પણ બન્ને કિશોર અને કિશોરીની બોડી શોધવા નહેરમાં ડૂબકી લગાવી હતી.જેઓને કિશોરીનો દેહ મળી આવ્યો હતો જેને કરમસદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેણીને મૃત જાહેર કરાઈ હતી.જ્યારે કિશોરના મૃતદેહ શોધવા આણંદ ફાયર ટીમના તરવૈયાઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી જે બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. સંદેશર ગામના સ્થાનિકો દ્વારા મૃતક 16 વર્ષીય યુવક અંકિતભાઈ મુહેશભાઈ પરમાર તથા કિશોરી 17 વર્ષીય હિના રમેશભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.આ કામગીરીમાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી ફાયર બ્રિગેડના જવાનો સહદેવ સિંહ રાઠોડ, ખતુભાઈ ચરપોટ, પ્રવિણસિંહ રાઠોડ, હિતેશ વસાવા, નરેદ્ર પંડ્યા, તુરંત જઇ નહેર માંથી મૃતદેહ કાઢી આપેલ હતો.

Most Popular

To Top