સુરતમાં મેટ્રોથી લઈને પાલિકાના અલગ અલગ કામો ચાલી રહ્યાં છે. ત્યારે ઉધના સ્થિત ખરવરનગર નજીક સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ક્રેઈન તૂટી પડી હતી. જેથી બે શ્રમિકો ક્રેઈન નીચે દબાઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઉધના વિસ્તારમાં આવેલા ખરવગનરમાંથી પસાર થતી ખાડીમાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ક્રેઈન તૂટી પડી હતી. જેથી યુપીના 12 શ્રમિકો કામ કરી રહ્યાં હતાં. જેમાંથી બે પર ધડામ દઈને ક્રેઈર્ન તૂટી પડી હતી. જેથી બે શ્રમિકોમાંથી એકનું મોત નીપજ્યું હતું. મૃતક રામ સુભાષના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. જેમાંથી બે દીકરીઓ લગ્ન થાય તેવડી હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ધર્મેન્દ્ર કુમારે કહ્યું કે, સુભાષભાઈ અમારા પડોશમાં રહેતા હતાં. ક્રેઈન પડતા બે વ્યક્તિ દબાયા હતાં. એકનું મોત થયું છે. જ્યારે બીજા ઈજાગ્રસ્ત છે. અમે સળિયાનું કામ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ક્રેઈન પડી હતી. અમે બે મહિનાથી જ આવ્યા હતાં. મૃતકના પરિવારનું ભરણ પોષણ મળે એ જ અમારી માગ છે. આ સરકારી કામ હતું. પરંતુ પ્રાઈવેટ કંપનીએ કામ રાખ્યું હતું. અમે ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છીએ. અમે કંપનીના અધિકારીને જાણ કરી દીધી છે. અમે 12 લોકો કામ કરતાં હતાં.
