Dakshin Gujarat Main

શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો: લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા અનોર ગામના બે ભાઈઓના અકસ્માતમાં મોત

ભરૂચ(Bharuch): આમોદ (Aamod) તાલુકાના નાહિયેર અરા ગામ વચ્ચે બાઈક અને છોટા હાથી ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં અનોર (Anor) ગામનાં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત (Death) નિપજયા હતા. અનોર ગામે શુભ લગ્ન પ્રસંગ માટે કંકોત્રી વહેંચતા જ અકસ્માતમાં બંનેના જીવ લેતા અશુભ ઘટના આવતા માતમ છવાઈ ગયો હતો.

  • લગ્નની કંકોત્રી વહેંચવા માટે બંને પિતરાઈ ભાઈ નીકળ્યા હતા
  • ઓવરટેક સમયે બંને એકબીજાની સામ સામે ભટકાયા ટેમ્પો મૂકીને ડ્રાઈવર ભાગી ગયો

આ અંગેની માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ સાત વાગ્યાના અરસામાં આમોદ તાલુકાના પાંચ કિ.મી. દુર નાહિયેર અને ગામ આશનેરા વચ્ચે ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પા નંબર GJ-16A 1453 સાથે આમોદ તરફથી આવતી બાઈક નંબર GJ5CR2086 ઓવરટેક મારતા સામ સામે ભટકાયા હતા. જેમાં આમોદ તાલુકાના અનોર ગામના રહેવાસી સોલંકી મુકેશભાઈ સોમાભાઈ (ઉં.વ. 32) તેમજ સોલંકી સુરેશભાઈ બચુભાઈ (ઉં.વ.38) બંને કાકા મોટાના ભાઈઓ પોતાની ભત્રીજીના લગ્નની કંકોત્રી વહેંચવા માટે જંબુસર તાલુકાના ગામડાઓમાં આપવા ગયા હતા. જે વહેંચી પરત ફરતા નાહિયેર ગામથી આગળ અકસ્માત થતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત અંગે માહિતી મળતાં આમોદ PSI સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃત્યુ પામનાર બંને યુવાનોને ખાનગી વાહનમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપેલ હતા.જ્યારે ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી ટેમ્પો મૂકી ભાગી જતા પોલીસ દ્વારા જેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઓલપાડના ઉમરા ગામે પાનના ગલ્લા પાસે ઉભેલા વૃદ્ધને ટેમ્પોએ ટક્કર મારી
સાયણ: ઓલપાડ તાલુકાના ઉમરા ગામે વેલંજા હજીરા રોડ ઉપર એક સૌરાષ્ટ્રવાસી વૃદ્ધને અજાણ્યા ટેમ્પા ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું.

મુળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની મગનભાઇ બાલાભાઇ પાનસુરીયા(ઉં.વ.62)હાલ ઓલપાડ તાલુકાના ઉમરા ગામે સૌરાષ્ટ્ર ગ્રીનસીટી રો-હાઉસના મકાન નં.18 માં રહેતા હતા. ગત ગુરૂવાર તા.8 ના રોજ સવારે 9.30 કલાકના સુમારે ઉમરા ગામની સીમમાં હજીરા જ્તા રોડ ઉપર આવેલ મેટ્રીકસ ગ્લોબલ હાઈસ્કુલથી આગળ પંડિત પાન સેન્ટરના ગલ્લા પાસે રોડની સાઈડમાં ઉભા હતા.

તે દરમ્યાન રોડ ઉપર નવી પારડી તરફથી દોડતા ટાટા કંપનીના ટેમ્પા નં.જીજે07યુયુ7925ના ચાલકે તેના કબજાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મગનભાઇને અડફતે લીધા હતા. જેથી સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પાના આગળનું ટાયર મગનભાઇના માથા તથા પીઠના ભાગે ફરી જતા તેમના આંતરડા અને શરીરનું માંસ બહાર નિકળી જતા ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જયારે અકસ્માત સર્જાતા ટેમ્પાનો અજાણ્યો ચાલક સ્થળ ઉપર ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો.

આ બાબતે મૃતક વૃદ્ધના પુત્ર સુરેશ પાનસુરીયાએ ટેમ્પા ચાલક વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top