સુરત: શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં ચમત્કારીક ઘટના બની છે. અહીં પાર્કિંગમાં રમતા બાળક પર કાર ચઢી ગઈ હતી, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.
- સુરતના પરવટ પાટિયા વિસ્તારની ચોંકાવનારી ઘટના
- રોયલ રેસિડેન્સીમાં કાર નીચે આવેલા બાળકનો ચમત્કારિક બચાવ
- ચાલકે પાર્કિંગમાંથી કાઢી અને રમતા બાળકને કારની ટક્કર લાગી
- ચાલકને જાણ થતાં તરત જ કાર રોકી નીચે ઉતરી ગયો, બાળકને બહાર કાઢ્યું
- સદ્દનસીબે બંને બાળકોનો ચમત્કારિક બચાવ થયો, ઘટના સીસીટીવીમાં કેદ
કાર નીચે કચડાયેલા બાળકનો વાળ પણ વાંકો થયો નહોતો. ચાલકે કાર અટકાવતા જ બાળક કાર નીચેથી બહાર નીકળીને દોડતો પોતાના ઘરે જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારની રોયલ રેસિડેન્સીની ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે. માતા પિતા માટે લાલબત્તી સમાન બનાવ અહીં બન્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસીડેન્સીમાં એક કાર ચાલેકે પાર્કિંગમાંથી કાર બહાર કાઢતી વખતે રમી રહેલા બે બાળકોને કચડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ ચમત્કારીક બચાવ થયો હતો.
વધુમાં મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા વિસ્તારની રોયલ રેસીડેન્સીમાં બે દિવસ પહેલા સોસાયટીના પટાંગણમાં બે બાળકો રમી રહ્યા હતા. દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન કાર ચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલા બે બાળકો પર કાર ચડાવી દીધી હતી. બાળકોએ બૂમાબૂમ મચાવતા ચાલકે તરત જ કાર રોકી દીધી હતી અને કારની બહાર નીકળ્યો હતો.
કારચાલક દ્વારા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોસાયટીમાં મહિલા આવીને નાના બાળકને બહાર કાઢી દીધો હતો. ત્યારબાદ કિશોરને નાના બાળકને બહાર કાઢી દીધો હતો ત્યારબાદ અન્ય બાળકને પણ કાર નીચેથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ ઘટનામાં બંને બાળકોને આબાદ બચાવ થયો હતો.