બિહાર રાજ્યના બેતિયા રેલવે સ્ટેશનની બહાર બાળપણથી ભીમ માંગતા એક ડિજીટલ ભિખારી ગુગલ પે, ફોન-પે, ઇ વોલેટનો ઉપયોગ કરી તમારી પાસે છુટા પૈસા ન હોય તો મની ટ્રાન્સ્ફર કરી દો કહેતા નજરે પડે છે. તે ભિખારી વડાપ્રધાનની ડિજિટલ ઇન્ડિયા કેમ્પેનના ચુસ્ત ટેકેદાર રાહુલ પ્રસાદ ઓનલાઇન પ્લેટ ફોર્મ દ્વારા ભીખ માંગે છે. આ બિહારી પ્રોફેશનલ-ડિજીટલ ભિખારી સામે હારીજથી પાંચ કિ.મી. અંતરે આવેલ રાધનપુરના રસ્તે ફૂલવાદી વસાહતના પરિવારો ગરીબી રેખા હેઠળ જીવે છે ને ભીખ માંગીને કે નાની મોટી છુટક મજુરી કરી જીવન નિર્વાહ કરે છે. નાના પ્રસંગોએ પરિવાર-માંદગીમાં- ખર્ચ નિભાવી લે છે પણ મોટી ગંભીર માંદગીમાં વધુ ખર્ચ હોય તો ફૂલવાદી પંચના મુખી નક્કી કરીને બધાજ પરિવારો એક દિવસની જે કમાણી હોય તે સારવાર માટે આપી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કરે છે. બિહારનો રાજુ પ્રસાદ ડિજીટલનો ઉપયોગ કરી અટળક કમાણી કરે છે. જયારે રાધનપુરના આ મૂલ્ય નિષ્ઠ ભિખારીઓ ફૂલવાદી વસાહતવાળા માનવતાનું કામ કરે છે. કળીયુગના કેવા ભિખારી એક ડિજીટલને બીજા માનવતા સભર, કરુણા-દયાથી ભરપુર.
જહાંગીરપુરા – ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
