SURAT

સચિન વાંઝ બ્રિજ નજીકથી કેમિકલયુક્ત બાયોડિઝલ સાથે બે ઝડપાયા

સુરત (Surat) : સચીન પલસાણા-હજીરા હાઇવે (SachinPalsanaHaziraHighway) ઉપર આવેલા વાંઝ બ્રિજ અને આલ્ફા હોટલના રોડ પરથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલું 18 હજાર લીટર બાયોડીઝલ (BioDiesel) પકડી પાડ્યું હતું. પોલીસે બે ઇસમો સહિત રૂ. 43.35 લાખના મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

સચીન પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચીન પલસાણા-હજીરા હાઇવે વાંઝ બ્રીઝ અને આલ્ફા હોટલના વચ્ચે એક ટેન્કર નંબર-DD-01-G-9685 માં ગેરકાયદેસર રીતે કેમીકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઇંધણનું ફ્યુલ લાવીને ઠાલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી.

રેઇડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવ ઉવ.21 ધંધો.ડ્રાઇવિંગ રહેવાસી-જીતુભાઇની ચાલ, દાંડુલ ફળિયું, દાદરાનગર હવેલી, (યુ.ટી.)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમુના મેળવવા માટે એફ.એસ.એલ.અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમ્યાન બાયોડીઝલ જેવુ ભળતુ ઈંધણ મંગાવનાર આશિષકુમાર જગદીશભાઈ પટેલ ઉ.વ.36 રહેવાસી-ઘર નં-૦૪, અવની બંગ્લોઝ, સારોલી ગામ આવી જતા પકડી પાડવામાં આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા ઈસમો પાસેથી બાયોડિઝલ જેવુ ભળતુ ઈંધણ 18 હજાર લીટર જે પૈકી એક લીટરની કિં.રૂ. 90 લેખે કિં.રૂ. 16.20 લાખ, ટેન્કર ની કિંમત 12 લાખ અને બ્રેઝા કારની કિં.રૂ. 6 લાખ તથા બન્ને ઇસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 મોબાઇલ ફોનની કિં.રૂ. 15 હજાર મળી કુલ્લે કિં.રૂ. 34.35 લાખ ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીઓ (૧) કિશોર અનિલ યાદવ તથા (૨) આશિષકુમાર જગદીશભાઇ પટેલની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી (૩) જવલકુમાર કનુભાઇ પટેલ રહેવાસી-૧૦૦૩, સ્કાય વ્યુ બિલ્ડિંગ, પર્વત પાટીયા (૪) પિયુષ પટેલ રહેવાસી-વરાછા સુરત આરોપી (૫) JEYENKAY PETROGELS PVT.LTD. પ્લોટ નં.૩,૪ સર્વે નં-૨૦૭, ઉમરકુંઇ સેલવાસ ના અધિકૃત અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top