National

અમિતાભ સહિત ભારતના અનેક નેતા-અભિનેતાના ટ્વીટર પરથી બ્લૂ ટીક ગાયબ, બચ્ચને કહ્યું.., શું હવે…?

નવી દિલ્હી: માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુરુવારે તમામ લીગેસી વેરિફાઈડ એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દીધી. હવે ટ્વિટર પર જોવા મળી રહેલા યૂઝર્સ જેમની પાસે વેરિફાઈડ બ્લૂ ચેકમાર્ક છે, તેમને ટ્વિટર બ્લૂ સર્વિસને સબ્સક્રાઈબ ર્ક્યુ છે અને તેના માટે ચૂકવણી પણ કરી રહ્યા છે. તેનો ખર્ચ વેબ યૂઝર્સ માટે 8 ડોલર પ્રતિ મહિનો અને આઈઓસ અને એન્ડ્રોઈડ પર આ એપ યૂઝર્સ માટે 11 ડોલર પ્રતિ મહિનો છે.

ટ્વિટરનો લીગેસી વેરીફાઈડ બ્લૂ ટિક હટાવવાના નિર્ણયના કારણે CM યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા રાજનેતાઓએ પોતે મેળવેલા બ્લૂ ટિકને ગુમાવી દીધી છે. તેમની સાથે જ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ સહિત અનેક બી-ટાઉનના કલાકારોએ, ક્રિકેટરોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત અન્ય મોટા હસ્તીઓએ પણ બ્લૂ ટિક ગુમાવી દીધી છે. અત્યાર સુધી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર ‘નોટેબલ’ કેટેગરીના હેઠળ કોઈ પણ ચાર્જ વગર વેરીફાઈડ બ્લૂ ચેકમાર્ક આપતું હતું.

અમિતાભ બચ્ચને બે ટ્વિટ કર્યા છે. એક ટ્વિટમાં બ્લૂ ટીક પાછી માંગી છે અને બીજા ટ્વિટમાં લખ્યુ, ‘અરે, ટ્વિટર માલિક ભૈયા, આ ટ્વિટર પર એક એડિટ બટન પણ લગાવી દો પ્લીઝ!!! વારંવાર જ્યારે ભૂલ પડે છે અને શુભચિંતક જણાવે છે ત્યારે અમારે આખી ટ્વિટ ડિલીટ કરવી પડે છે, અને ખોટી ટ્વિટને ઠીક કરીને ફરી છાપવી પડે છે. હાથ જોડી રહ્યા છીએ.’

આ મોટા હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક ગાયબ થયું
જે હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક ગાયબ થયું છે. તેમાં પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ શામેલ છે. બ્લૂ ટિક ગુમાવનાર નેતાઓમાં બીજેપી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતાઓના નામ શામેલ છે.

એલન મસ્ક દ્વારા ટ્વિટરની સત્તા મેળવ્યા બાદ ટ્વિટર બ્લૂ અથવા વ્યવસાય-કેન્દ્રિત ટ્વિટર વેરિફાઈડ ઓર્ગેનાઈજેશનનો કોન્સેપ્ટ આવ્યો. જેના હેઠળ કોઈ પણ બિઝનેસ એન્ટીટી અથવા ઈન્ડિવિઝુયલ નિશ્ચિત ફીની ચૂકવણી કરીને ટ્વિટર એકાઉન્ટને વેરીફાઈડ કરાવી શકો છો. આના પહેલા બ્લૂ ટિક પ્રસિદ્ધ વ્યક્તિઓના ફેક આઈડીથી બચાવવા અને ખોટી માહિતી વિરૂદ્ધ લડવાની રીતે કાર્ય કરતું હતું.

માર્ચ મહિનામાં ટ્વિટરે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી પોસ્ટ ર્ક્યુ હતું કે, ‘1 એપ્રિલે, અમે અમારા લીગેસી વેરીફાઈડ પ્રોગ્રામને બંધ કરવાનું શરૂ કરીશું અને લીગેસી વેરીફાઈડ ચેકમાર્કને હટાવીશું. ટ્વિટર પર પોતાનું બ્લૂ ચેકમાર્ક બનાવી રાખવા માટે, લોકો ટ્વિટર બ્લૂ માટે સાઈન અપ કરી શકે છે.’ ટ્વિટરે પ્રથમ વખત 2009માં બ્લૂ ચેક માર્ક સિસ્ટમની શરૂઆત કરી હતી.

તેનો હેતુ ઉપયોગકર્તાઓને આ જાણવામાં મદદ મળી શકે કે, પ્રખ્યાત હસ્તીઓ, રાજનેતા, કંપનીઓ અને બ્રાંડ, સમાચાર એજન્સી અને ‘સાર્વજનિક હિતના’ અન્ય એકાઉન્ટ વાસ્તવિક છે અને ફેક એકાઉન્ટ નથી. પણ નવા નિયમ હેઠળ કોઈ પણ બ્લૂ ટિક મેળવી શકે છે, માત્ર તેણે ટ્વિટર બ્લૂ સર્વિસ સબ્સક્રાઈબ કરીને નિશ્ચિત ફીની ચૂકવણી કરવી પડશે. આવી રીતે હવે ફેક એકાઉન્ટ પણ વેરીફાઈડ બ્લૂ ટિકવાળા બની ગયા છે.

Most Popular

To Top