નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનવાન વ્યકિત એલોન મસ્ક (Elon Musk) માટે સૌથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ગઈકાલે જ હજી તો ટ્વિટરે તેનો જૂનો લોગો (Logo) હટાવીને ડોજ નામના કૂતરોનો (Dog) લોગો લગાવ્યો છે ત્યારે હવે તે જૂનો લોકો એટલે કે ભૂરુ પક્ષી તેની દોલત પણ સાથે લઈને ઉડી હોય તેવો કિસ્સો થયો છે. જણાવી દઈએ કે ટેસ્લા (Tesla) અને સ્પેસએક્ષ જેવી કંપનીના સીઈઓ એલોન મસ્કને 7 અરજ ડોલરનું નુકશાન થયું છે. જાણકારી મળી આવી છે કે મસ્ક દ્વારા ટ્વિટરના લોગો અંગે લેવામાં આવેલા આ અચાનક નિર્ણયથી દરેક જણ આશ્ચર્યચકિત હતું. ઘણા લોકોને તેનો નિર્ણય પસંદ આવ્યો ન હતો. કદાચ આ જ કારણ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન એલોન મસ્કની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થયો હોય.
એલોન મસ્કના ટ્વિટરનો લોગો બદલવાના નિર્ણયથી તેમની અન્ય કંપની ટેસ્લાના રોકાણકારો નારાજ થયા અને મોટા પાયે તેના શેરોનું વેચાણ શરૂ થયું. ટેસ્લાના શેરોએ ગઈકાલના ટ્રેડિંગમાં અચાનક ધબડકો લીધો હતો, આ ઘટાડો આજે પણ ચાલુ છે. અત્યાર સુધી ટેસ્લાના શેર 2.19 ટકા ઘટીને $192.58 પર આવી ગયા છે. આ ઘટાડાથી મસ્કની સંપત્તિ પર અસર પડી છે, તેમની નેટવર્થમાં લગભગ $9 બિલિયનનો ઘટાડો થયો છે. શેરોમાં સતત ઘટાડાને કારણે એલોન મસ્કની નેટવર્થ સતત ઘટી રહી છે. જાણકારી મુજબ ટ્વિટરનો લોગો બદલ્યાના બે દિવસ બાદ ઈલોન મસ્કની સંપત્તિમાં લગભગ 10.4 ટકાનો ઘટાડો થયો છે.
એલોન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ
જાણકારી મુજબ આ ઘટાડા છતાં, એલોન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ઈલોન મસ્કની કુલ સંપત્તિ $192.8 બિલિયન છે. મસ્ક પછી જેફ બેઝોસ 127 અબજ ડોલરની સંપત્તિ બાદ ત્રીજા નંબરે છે. બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમિલી $228.1 બિલિયન સાથે પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત બ્લૂમબર્ગ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ઈલોન મસ્કની (Elon Musk)નેટવર્થમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. અહીં મસ્કની સંપત્તિ ઘટીને $176 બિલિયન થઈ ગઈ છે. અહીં પણ મસ્કની નેટવર્થમાં $1.42 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો હતો.