National

ટ્વિટરે ભારતમાં 500થી વધુ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા

ખેડૂતોના વિરોધની આસપાસની ખોટી માહિતી અને ઉત્તેજનાત્મક સામગ્રીના ફેલાવાને અટકાવવાના સરકારના આદેશનો ટ્વિટરે અંશતઃ સ્વીકાર કર્યો છે. ટ્વિટરે બુધવારે કહ્યું હતું કે તેણે 500 થી વધુ ખાતાને અવરોધિત કરી દીધા છે, અને ભારતના કેટલાક અન્ય લોકોની એક્સેસને પણ અવરોધિત કરી દેવામાં આવ્યા છે.

ટ્વિટરે એક બ્લોગપોસ્ટમાં કહ્યું હતું કે તેણે દેશના કાયદા હેઠળ બાંયધરી આપેલા સ્વતંત્ર અભિવ્યક્તિના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે તેવા ન્યૂઝ મીડિયા સંસ્થાઓ, પત્રકારો, કાર્યકરો અને રાજકારણીઓના ખાતાઓને અવરોધિત કર્યા નથી.

આ પહેલા સરકારે 4 ફેબ્રુઆરીએ એક યાદી ટ્વિટરને સોંપી હતી જેમાં પાકિસ્તાન અને ખાલિસ્તાન લિંક ધરાવતાં 1178 એકાઉન્ટને અવરોધિત કરવાની માગ કરવામાં આવી હતી. જેના જવાબમાં ટ્વિટરે સરકાર સાથે વાટાઘાટો કરવાની વિનંતી કરી હતી. જો કે, મંગળવારે ટ્વિટરે અચાનક એક બ્લોગપોસ્ટ લખીને માહિતી આપી હતી કે, તેણે 500 એકાઉન્ટ અવરોધિત કર્યા છે.

ચીં ચીં વિ. કૂ કૂ !!
ટ્વિટર દ્વારા 500 એકાઉન્ટને અવરોધિત કરવાના પગલાને ભારતના આઇટી મંત્રાલયે અસામાન્ય ગણાવ્યું હતું. જો કે, મંત્રાલયે આ પ્રતિક્રિયા ટ્વિટરના બદલે કુ નામની ભારતીય એપ થકી આપી હતી. ભારત સરકારના આઇટી મંત્રાલયના કુ એકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે, સરકાર સાથે વાટાઘાટો કરવાની વિનંતી વચ્ચે નિર્ધારિત વાટાઘાટ પૂર્વે ટ્વિટર દ્વારા ઉઠાવવામાં આવેલું પગલું ‘ અસામાન્ય’ છે.

કૂ પરની પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સરકાર જલદી જ આ પગલાનો જવાબ આપશે. ટ્વિટરની વિનંતી પર જ આઈટી સેક્રેટરી ટ્વિટરના સિનિયર મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરવાના હતા. આ પરિપ્રેક્ષ્યમાં બ્લૉગ પૉસ્ટ અસાધારણ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top