વળતર એટલે બદલા તરીકે મજરે અપાતી રકમ. એક પ્રકારની છૂટ, કમિશન, ડિવિડન્ટ. મુદતને અંતે કાપી આપેલું વ્યાજ. ક્યારેક નુકસાનીના બદલામાં આપવામાં આવતો બદલો. બોલચાલની ભાષામાં વેર લેવું તેને વળતર કહેવામાં આવે. હિસાબની ભાષામાં વળતરનો વધુ ઉપયોગ થાય. માર્ચ માસની અંતમાં સરકારી, અર્ધસરકારી અધિકારીઓ કે કર્મચારીઓને ક્યાંથી કેટલું વળતર મળશે તેની ખબર પડે. સરકારી ગ્રાન્ટ વાપરી નાખવામાં ન આવે તો પૈસા જતાં રહે. વેપારીઓને પણ આની જાણ હોય. વાર્ષિક હિસાબોમાં પણ વળતર-કમિશન માટેનું એક ખાતુ હોય. જો કે સરેરાશ માનવી ખરીદીના સમયે લખેલ કિંમત પર કેટલું વળતર મળશે એની પાકી ગણતરી કરે.
બાળકોને મોટા કરવામાં મા-બાપ, દીકરો ભવિષ્યમાં કેટલું વળતર આપશે એવી ગણતરીથી જીવતાં હોય તો? દીકરો ઘડપણની લાકડી બને એવી અપેક્ષાઓ કંઈ ખોટી નથી. મા-બાપને એમના હિસ્સાનું સુખ મળવું જ જોઈએ. મા-બાપ અને પત્ની વચ્ચેના સંબંધોના વ્યવહારોમાં, હિસાબમાં બેલેન્સ જાળવવું જોઈએ. હિસાબમાં રોજબરોજ અને વાર્ષિક ઉપજ-ખર્ચનો હિસાબ બરોબર ન હોય તો પાકું સરવૈયું મળતું નથી. કોઈ રકમ ભૂલી જાવ તો હિસાકિતાબ કરો એટલે ભૂલ મળે. સંબંધોમાં કોઈ પણ વળતરની અપેક્ષાઓ વગર વ્યવહાર કરનાર સ્વજનનો ક્યારેય ભૂલવા ન જોઈએ. પૂજનીય વડીલોને એમનાં ભાગનું માન, સુખ આપીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.