World

તુર્કી: કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 25ના મોત, 50ની હાલત ગંભીર

તુર્કી:  શુક્રવારે ઉત્તર તુર્કીમાં (Turkey) કોલસાની ખાણમાં (coal mine) બ્લાસ્ટ (Blast) થયાના સમાચાર છે. વિસ્ફોટ એટલો ગંભીર હતો કે ઓછામાં ઓછા 25 લોકોના મોત (Death) થયા હતા. વિસ્ફોટ બાદ ડઝનબંધ ખાણિયો તેમાં ફસાયા હતા. 50થી વધુ કામદારની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. કુલ 49 લોકો હજુ પણ ફસાયેલા છે. આ સાથે ડઝનેક લોકો ઘાયલ થયા છે. 

મળતી માહિતી અનુસાર, તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ઉત્તર તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે બચાવ ટીમો ખાણમાં ફસાયેલા અન્ય ડઝનેક લોકોને સપાટી પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. ઉર્જા પ્રધાન ફાતિહ ડોનમેઝે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે બ્લાસ્ટ ફાયરએમ્પના કારણે થયો હતો. ઘટના અંગે ગૃહમંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હતા. તેઓ બચાવ કામગીરીમાં સંકલન માટે અમાસરા ગયા હતા.

મંત્રીએ કહ્યું કે વિસ્ફોટ બાદ મોટાભાગના કામદારો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ 49 લોકો ઉચ્ચ જોખમવાળા વિસ્તારમાં ફસાયા હતા. તેમણે કહ્યું કે હજુ પણ કેટલા લોકો ખાણમાં ફસાયેલા છે, તે જાણી શકાયું નથી. પરંતુ 49 લોકોમાંથી ઘણાને બચાવી લેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકાએ ટ્વિટર પર જણાવ્યું કે વિસ્ફોટમાં 22 લોકોના મોત થયા છે. તે જ સમયે, તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું હતું કે 8 લોકોની હાલત ગંભીર છે.

રાષ્ટ્રપતિ એર્દોગન ઘટનાસ્થળે પહોંચશે
આ ઘટના અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પોતાના તમામ કાર્યક્રમો રદ કરી ઘટના સ્થળે પહોંચશે. એર્દોગને એક ટ્વિટમાં કહ્યું કે આશા છે કે જાન-માલનું નુકસાન નહીં વધે, ખાણમાં ફસાયેલા કામદરોને જીવતા બચાવી લેવામાં આવશે.

300 મીટર નીચે ખાણમાં વિસ્ફોટ
બાર્ટિન ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ શુક્રવારે સાંજે 6.45 કલાકે થયો હતો. બ્લાસ્ટ બ્લેક સી કોસ્ટલ પ્રાંત બાર્ટિનના અમાસરા શહેરમાં સરકારી ટીટીકે અમાસરા મુસે મુદુર્લુગુ ખાણમાં થયો હતો. ખાણના પ્રવેશદ્વારથી 300 મીટર નીચે થયો હતો. આમાં 44 લોકો ખાણના પ્રવેશદ્વારથી 300 મીટર નીચે જ્યારે 5 લોકો લગભગ 350 મીટર નીચે ફસાયા હતા. ઉર્જા પ્રધાન ફાતિહ ડોનમેઝે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે વિસ્ફોટ સંભવતઃ કોલસાની ખાણોમાંથી મળેલા જ્વલનશીલ વાયુઓ (ફાયરમ્પ્સ)ને કારણે થયો હતો.

2014ની ઘટનામાં 300ના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા તુર્કીની સૌથી ખરાબ ખાણ દુર્ઘટના પશ્ચિમ તુર્કીના સોમા શહેરમાં 2014 માં થઈ હતી, જ્યાં કોલસાની ખાણમાં આગ લાગવાથી 300 થી વધુ લોકોના મોત થયા હતા.

Most Popular

To Top