World

તુર્કીયેએ 24 જ કલાકમાં આતંકવાદી હુમલાનો આપ્યો જવાબ, બે પાડોશી દેશો પર કર્યો એર એટેક

નવી દિલ્હીઃ તુર્કીયેની રાજધાની અંકારામાં બુધવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ તુર્કીયે સેનાએ 24 કલાકમાં આપ્યો છે. તુર્કીયેએ બે પાડોશી ઈસ્લામિક દેશો પર હુમલો કર્યો છે. તુર્કીયેએ સીરિયા અને ઈરાકમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા છે, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે.

  • તુર્કીયેએની વાયુસેનાએ સીરિયા અને ઈરાકમાં હવાઈ હુમલો કર્યો
  • આતંકવાદી સંગઠન કુર્દીશના 30થી વધુ ઠેકાણા નષ્ટ કર્યા
  • એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીયના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે બુધવારે તા. 23 ઓક્ટોબરે તુર્કીયેમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો તુર્કીયેની રાજધાની અંકારામાં ડિફેન્સ કંપની તુર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના હેડક્વાર્ટર પર કરવામાં આવ્યો હતો. આતંકી હુમલામાં 10 લોકોના મોત થયા હતા અને આ હુમલો ત્રણ આતંકીઓએ કર્યો હતો. જેમાં એક મહિલા આતંકવાદી પણ હતી. હવે તુર્કીયેના સુરક્ષા દળોએ એક મહિલા આતંકવાદી સહિત બે હુમલાખોરોને ઠાર માર્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે હુમલાનો સમય ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યો હતો. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન હાલમાં દેશમાં હાજર નથી. તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બુધવારે રશિયા પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ હુમલો ખૂબ જ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આતંકી હુમલા બાદ તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ હુમલાનો બદલો લીધો છે. તુર્કીયેની વાયુસેનાએ બુધવારે ઇરાક અને સીરિયામાં કુર્દિશ આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. તુર્કીયેએ પાડોશી દેશો સીરિયા અને ઈરાકમાં મોટાપાયે હવાઈ હુમલા કર્યા છે. આ હવાઈ ​​હુમલામાં 30 થી વધુ બેઝ નષ્ટ કરવામાં આવ્યા છે.

તુર્કીયે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલામાં 30 આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને એરોસ્પેસ કંપની ટુસાસ (TUSAS) પર હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે હુમલામાં 5ના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

હુમલાખોરોને છોડવામાં આવશે નહીં
તુર્કીયેના રાષ્ટ્રપતિએ આતંકવાદી હુમલા બાદ કહ્યું હતું કે, દોષિતોને છોડવામાં આવશે નહીં. તેના થોડા સમય બાદ તુર્કીયએ વાયુસેનાએ સીરિયા અને ઈરાક પર હુમલા શરૂ કરી દીધા હતા. તુર્કીયેમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને સ્વીકારી નથી પરંતુ તુર્કીયેને શંકા છે કે આ હુમલાઓ ઈરાક અને સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન કુર્દીશ દ્વારા કરાવાયા છે. તેથી તુર્કીયેએ આતંકવાદીઓ સામે લડવા હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. 24 જ કલાકમાં તુર્કીયેએ આતંકવાદીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી છે. એરોસ્પેસ કંપની પર હુમલો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે કારણ કે વિદેશી નેતાઓ અને અધિકારીઓ અવારનવાર ત્યાં મુલાકાત લેતા હોય છે.

Most Popular

To Top