વડોદરા: શહેરના આજવા રોડ ઉપર આવેલ સરદાર એસ્ટેટ ખાતે ગેર કાયદેસર રીતે બાંધકામ કરાયેલ ફાયબર કંપનીને સીલ કરવાની કામગીરી આજરોજ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત રીતે બંધાયેલ બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ શહેરના આજવા રોડ ઉપર આવેલ સરદાર એસ્ટેટ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ઉભી કરાયેલ તુલસી ફાયબર નામની કંપનીને સીલ કરવામાં આવી હતી. આ કંપની અંગે સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી જેના આધારે પાલિકા દ્વારા અવાર નવાર નોટિસો ફટકારવામાં આવી હતી તેમ છતાં કંપનીના માલિકો દ્વારા તેઓના માલિકીના પુરાવા રજુ કરવામાં આવ્યા ન હતા જેના પગલે આજરોજ આ બાંધકામને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે મનપાના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શહરમાં ગેરકાયદેસર બાંધકામો શાખી લેવાશે નહિ. અને જ્યાં પણ આવી ફરિયાદો આવશે ત્યાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સરદાર એસ્ટેટ વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કરાયેલ તુલસી ફાયબર કંપનીને સીલ કરાઈ
By
Posted on