દાહોદ: દેવગઢબારિયા નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં પાલિકા પ્રમુખને હટાવવા અને કાવાદાવા થઈ રહ્યા હતા જેમાં આ કાવાદાવા પાછળ પાલિકા ના એક ભાજપના મહિલા સભ્યના પતિનો હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે શું આ મહિલા સભ્યને ભાજપ પક્ષ મદદરૂપ થશે ખરું તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે
દેવગઢબારિયા નગરપાલિકા પ્રમુખની બીજી ટર્મ મા સામાન્ય મહિલા નું રોસ્ટર હોવાથી અનેક મહિલા સભ્ય પ્રમુખની રેસમાં રહી હતી.
જેમાં કોંગ્રેસના નિશાન ઉપર જીતેલા મહિલા સભ્યને પ્રમુખ બનતા ભાજપના મહિલા સભ્યના પતિ દ્વારા આ પ્રમુખને હટાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસના એક સભ્ય ને હાથો બનાવી આખરે પક્ષાંતર ધારા હેઠળ તેને હટાવ્યા હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે પાલિકાના બીજી ટર્મ માં સામ્યા મહિલાનો રોસ્ટર હોવાથી આ અનેક મહિલા પ્રમુખની રેસમાં રહી હતી.
ત્યારે આ પાલિકામાં કોંગ્રેસના એક સભ્ય સિવાય કોંગ્રેસના તમામ સભ્યો ને સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી ના પ્રયાસથી ભાજપમાં જોડાઈ ગયા હતા અને અગાઉ પ્રમુખ ફારૂક જેથરા ને તમામ ભાજપના કોંગ્રેસના સભ્યો મળીને પ્રમુખ બનાવ્યા હતા અને તે પછી અઢી વર્ષના સમય પૂરો થતાં સામાન્ય મહિલા નો રોસ્ટર હોવાથી ભાજપ પાર્ટી દ્વારા જે નક્કી કરવામાં આવે તેને પ્રમુખ બનવાનું નક્કી થયું હતું.
ત્યારે કોંગ્રેસમાંથી જીતેલ દક્ષાબેન નાથાણી નું નામ ચૂંટણી પ્રક્રિયા દ્વારા જાહેર કરવામાં આવતા જેમાં માજી પ્રમુખ ડો ચાર્મી સોની દ્વારા આ કરવાના છે પ્રમુખ નું નામ જાહેર કરતા તેનો વિરોધ કરી પક્ષ સાથે બળવો કરતા ચૂંટણી અધિકારીને ચૂંટણી યોજવાનો ફરજ પડી હતી અને તે વખતે પણ દક્ષાબેન નાથાણી નો આ ચૂંટણીમાં વિજય થયો હતો તે પછી પાલિકાના અનેક ભાજપ નામે જીતેલા મહિલા સભ્યના પતિ દ્વારા આ પ્રમુખને હટાવવા માટે જાણે એડીચોટીનું જોર લગાવ્યું હોય તેમ કોંગ્રેસના માજી પાલિકા પ્રમુખ સભ્ય ને અને હાલ પાલિકા સભ્ય મદીના બેન રફિકભાઈ ભીખાને પોતાના હાથો બનાવી પક્ષાંતર ધારા હેઠળ ની અરજી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માં કરવામાં આવી હતી અને એકબીજા તરફ ભાજપના મહિલા સભ્યના પતિ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી ૧૨ સભ્યોની સહી સાથે સ્પીડ પોસ્ટ પાલિકામાં મોકલવામાં આવી હતી જેમાં એક સભ્યને ખોટી સહી કરી હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ અવિશ્વાસની દરખાસ્ત નું પરિણામ આવે તે પહેલાં જ પક્ષાંતર ધારા હેઠળની અરજી ને લઇ શહેરી વિકાસના અધિકારી દ્વારા નગરપાલિકાના સભ્યને ગેરલાયક ઠેરવાતો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આમ બાબતોને લઇ પાલિકાના ભાજપના એક મહિલા સભ્યના પતિ દ્વારા પોતાની પત્નીને પ્રમુખ બનાવવા માટે રાજ રમત રમાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સભ્ય ના પતિ દ્વારા ભાજપ નો ઝંડો લઈને પૂરતો આ પતિએ પોતાની પત્નીને પ્રમુખ બનાવવા માટે ભાજપની વિરુદ્ધ જય આ વર્તમાન પ્રમુખને હટાવ્યા હોવાનું નગરજનો મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે ભાજપમાં રહી ભાજપ સાથે બગાવત કરનારા મહિલા સભ્યને સ્થાનિક નેતાઓ તેમજ ભાજપ પક્ષ મદદરૂપ થશે કે કેમ?