ભારતીય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુંજીથા”નું મહત્ત્વ છે. “તેને તું ત્યાગીને ભોગાવ”….. આ વિચારના આધારે જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો હતો અને ભારતમાં ટ્રસ્ટીશીપનો કાયદો પણ બન્યો. ગાંધીજીએ દેશનાં ધનિકોને કહ્યું કે તમારી સમ્પત્તિ પર માત્ર તમારો આધિકાર નથી. તમે તેના માલિક બની સ્વ લાભાર્થે વપરાશ કરવાને બદલે તેના રખેવાળ બની સમાજ ઉપયોગી કામમાં વાપરો. ભારતમાં એક સમય હતો જયારે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે જેવા સમાજચિંતકોની અપીલ પછી અનેક લોકોએ પોતાની સંપત્તિનું જાહેર ટ્રસ્ટ બનાવ્યું હતું અને જાહેર ટ્રસ્ટો દ્વારા હોસ્પિટલો, સ્કૂલો, ધર્મશાળાઓ, મંદિરો ચલાવવામાં આવ્યાં. શિક્ષણના ક્ષેત્રમાં અનેક લોકોએ પોતાની સંપત્તિ સમાજમાં જ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ટ્રસ્ટ બનાવી સ્કૂલો ખોલી.
આ શાળાઓ સમાજને મળેલા આશીર્વાદરૂપ હતી. આજે સમાજમાં જે લેખકો, શિક્ષકો, નેતાઓ, વક્તાઓ, ઉદ્યોગપતિઓ, વહીવટદારો, વૈજ્ઞાનિકો છે તે બધા જ આ ટ્રસ્ટ દ્વારા ચલાવતી અને ખૂબ નજીવી ફી લેનારી સંસ્થાઓમાં ભણ્યા છે. આજે જેઓ એમ કહે છે કે અમે શહેરમાં ખાનગી સ્કૂલમાં અમારાં બાળકોને ભણાવીએ છીએ તે બધાં જ આ સરકારી ગણાતી ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં ભણ્યાં છે પણ હવે સમય બદલાયો છે. આ જાહેર ટ્રસ્ટથી ચાલતી સ્કૂલોના ટ્રસ્ટીઓની નવી પેઢી આવી છે જે નવી ખાનગીકરણ અને ઉદારીકરણની સમજણમાં મોટી થઇ છે. તેને સમાજ માટે પોતાની સંપત્તિ આપવાની વાત તો દૂર પણ જાહેર સેવાઓ સસ્તી અને ગરીબ વર્ગને પોષાય તે રીતે આપવા સામે પણ વાંધો છે.
એ લોકો આ જાહેર સંસ્થાઓનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં જરા પણ શરમ અનુભવતાં નથી અને એમાંય જે સરકારી સહાય લેતી સંસ્થાઓમાં ખાનગી શાળા કોલેજો શરૂ થયાં છે ત્યાં પ્રજા બિચારી એ પણ સમજી નથી શકતી કે આમાં ફેર શું? જેમકે ગ્રાન્ટેડ સ્કૂલ કે કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વર્ગ કે કોર્સ ચાલુ કરવામાં આવ્યા હોય તો લોકો તો એમ જ માને છે કે આ જુદી કોલેજ કે સ્કૂલમાં જે ભણાવાય છે તે બધું જ સરખું જ છે. સરકારી જ છે. આપણે ત્યાં સ્કૂલ કોલેજોની બાબતમાં એવું છે કે તે શરૂ કરવા માટે સરકારની મંજૂરી જોઈએ. એ વખતે વર્ગખંડોની સંખ્યા, લાઈબ્રેરીની સગવડ, શિક્ષકોની સંખ્યા, ગુણવતા, મેદાન, પ્રાથમિક સુવિધાઓ બધું જ તપાસી મંજૂરી આપવામાં આવે છે પણ એક વાર આ મંજૂરી મળી જાય પછી સરકાર જોવા જ નથી આવતી કે જમીન લેવલે શું ચાલે છે.
સ્કૂલો માટે તો હજુય વાલી થોડાં જાગૃત હોય છે પણ કોલેજો અને ખાસ તો વ્યાવસાયિક કોર્સ ચલાવતી કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને ફેકલ્ટી સુધીની બાબતો સાવ નબળી હોય છે. ભ્રષ્ટાચારનું દૂષણ મંજૂરીની પ્રક્રિયાને પણ લાગ્યું છે અને સ્કૂલ કોલેજો એ એક પ્રકારની દુકાનનાં લાઇસન્સ છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું શોષણ થઇ શકે છે અને ઘણા બહુ નિરાંતે કરે પણ છે. ભારતીય સંસ્કૃતિમાં વહેંચવાનો મહિમા છે. તે આ દાનમાં દેખાય છે. સરકારે જ્યારે ખેડે તેની જમીનનો કાયદો બનાવ્યો ત્યારે ગુજરાતમાં ક્યાંય પણ સંઘર્ષ વગર જમીનદારોએ પોતાની જમીનો ગણોતિયા કે ખેડૂતના નામે કરી. આ સંતો મહંતો અને ગાંધીવિચારની અસર હતી જ્યાં માણસ સમાજ માટે ઉપયોગી થવાનું વિચારતો.
આજે ખાનગીકરણ અને વ્યાપારીવૃત્તિના સમયમાં લોકો જાહેર ટ્રસ્ટ કે સામુહિક સેવાની જગ્યામાંથી પણ ઘરભેગું કરવામાં પડ્યા છે. શાળા કોલેજો જ્ઞાન વહેંચવાની જગ્યાને બદલે રૂપિયા કમાવાની જગ્યા બન્યાં છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ખોલી, વિદ્યાર્થીઓ શિક્ષકો, અધ્યાપકોનું શોષણ કરી કરોડો કમાવાની વૃત્તિ ગાંધીમૂલ્યો સામે ગાંધીછાપ નોટોનું મહત્ત્વ વધારી રહી છે. દુ:ખ તો એ વાતનું છે કે વર્ષો પહેલાં પોતાની તમામ મિલકત સમાજને ચરણે ધરી દેનારાં દાતાઓના વારસદારો જ આજે જાહેર ટ્રસ્ટ મારફતે રૂપિયા કમાવામાં પડ્યા છે.
આ બધાની વચ્ચે આજે પણ ઘણાં દાતાઓ પોતાનાં ગામ, શહેર કે દેશમાં પોતાનું ઋણ અદા કરવા પોતાની સંપત્તિમાંથી શાળા, હોસ્પિટલ, બાગ બગીચા માટે દાન કરીને ભારતીય સંસ્કૃતિ અને ગાંધીવિચારને જીવાડવા અને જીતાડવા મથી રહ્યાં છે. હવે જવાબદારી આપના સૌની છે કે આપણે સઘળું “વેચવાની” મૂડીવાદી સંસ્કૃતિ જીવાડવી છે કે “તેને તું ત્યાગીને ભોગવની” “વહેંચી ખાવાની” સંસ્કૃતિ જીવાડવી. કારણ કે આ ઓગસ્ટ મહિનો છે અને ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ જેવા અનેકોએ બલિદાન આપ્યાં છે તે આઝાદ ભારતને બધા લૂંટે તે માટે નથી આપ્યાં. દેશ માટે મરવું ઉત્તમ વાત છે પણ દેશ માટે જીવવું પણ અગત્યનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે