અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૭૫થી વધુ દેશો પર લગાવેલો‘જેવા સાથે તેવા’ એટલે કે રેસિપ્રોકલ ટેરિફ હાલ પૂરતો ૯૦ દિવસ માટે મુલતવી કર્યો છે. જો કે, ટ્રમ્પે આ છૂટમાં ચીનનો સમાવેશ નથી કર્યો. ઉલટાનું તેના પર ટેરિફ ૧૦૪ ટકાથી વધારીને ૧૨૫ ટકા કરી દીધો છે. ચીને અમેરિકાએ લાદેલ ટેરિફ સામે જવાબી ૮૪ ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી જેના જવાબમાં ટ્રમ્પે ચીન પરનો ટેરિફ વધારી દીધો છે.
ટ્રમ્પે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે મને આશા છે કે ચીન ટૂંક સમયમાં સમજી જશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો પૂરા થઈ ગયા છે. ટ્રમ્પનું રેસીપોકલ ટેરિફ દસ ટકાથી માંડીને પચાસ ટકા સુધીની રેન્જને આવરી લે છે. આ ટેરિફ અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનર્સને લાગુ પડે છે. અમેરિકા ભારતનું બીજા નંબરનું ટ્રેડિંગ પાર્ટનર છે. થોડાક સમય માટે અમેરિકા પહેલા નંબરે અને ચીન બીજા નંબરે ભારતનું ટ્રેડિંગ પાર્ટનર હતું.
અમેરિકા અને ચીન સાથેના વ્યાપારી સંબંધોમાં ફરક એ છે કે ભારત અમેરિકા પાસેથી આયાત ઓછી કરે છે અને નિકાસ વધારે કરે છે એટલે લગભગ ૪૫ અબજ ડૉલર જેટલી વ્યાપાર પુરાંત ભારતના અમેરિકા સાથેના વ્યાપારમાં રહે છે. આથી ઉલટું ભારત ચીન પાસેથી આયાત વધારે કરે છે અને નિકાસ ઓછી કરે છે. પરિણામે ચીન સાથેના આપણા વ્યાપારમાં ભારતને લગભગ ૭૫ અબજ ડૉલરની ખાધ રહે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે, આ અમેરિકાને અન્યાયકર્તા છે. વ્યાપાર પુરાંત રાખી ભારત અમેરિકાનું શોષણ કરે છે.
ટ્રમ્પની આ થિયરી પાયાહીન છે. સરવાળે બધાને સરખી રીતે લાગુ પડે તે પ્રકારના ટેરિફથી જે તે દેશના શેરબજારો તૂટ્યા છે. આમ કરીને ટ્રમ્પે મેળવ્યું શું? શેરબજારનું સત્યાનાશ વાળ્યું અને બદલામાં કોઈને કશું મળ્યું નહીં. આ કઈ જાતનું વલણ છે. ટ્રમ્પના કટ્ટર સમર્થક પણ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ટેરિફ બાબત બહુ આશાવાદી નથી. ટ્રમ્પના આ પગલાને કા૨ણે શેરબજારને ખૂબ મોટો ફટકો પડ્યો છે અને આના કારણે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વૈશ્વિક મંદીની કદાચ આ શરૂઆત હશે.
ટ્રમ્પના સમર્થકો આખીય વાતના સારરૂપ કહે છે કે, જો, ટેરિફ કામ કરશે તો પ્રેસિડેન્ટ દ્વારા કદાચ આ સૌથી વધુ હિંમતભર્યું પગલું ગણાશે પણ જો એ કામ નહીં કરે તો એનો રાજકીય બોજ પ્રેસિડેન્ટ ટ્રમ્પના ખભા પર પડશે.ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફ રીવીઝન બાબતે વૈશ્વિક મંદીનું મોજું ફરી વળે તેવી ભીતિ સેવાય છે. ઘણા બધાએ ડોનાલ્ડ ટ્રમ્પની આ ટેરિફ અથવા ડ્યૂટીની રમતને સોગાદ ટેરિફ કે સેક્સન નહીં પણ આખી દુનિયાના લોકો ઉપર નાખવામાં આવેલ ટેક્ષ ગણાવ્યો છે. કોઈકે તો એવું પણ કહ્યું છે કે, ‘ઇકોનોમિક વૉરફેર ડઝ નોટ હર્ટ ધ ટાર્ગેટ,ઈટ ડીસ્ટેબિલાઇજીસ એવરી વન’ કહેવાનો મતલબ એ થાય કે આર્થિક યુદ્ધ માત્ર લક્ષ્યને જ નુકસાન નથી કરતો પણ આજુબાજુ બધાને ઝપાટામાં લે છે.
કમલા હેરિસે ટ્રમ્પ ઉપર કોમેન્ટ કરતાં કહ્યું કે, ‘આઈ એમ નોટ ગોઈંગ ટુ સે, આઈ ટોલ્ડ યુ સો’ અર્થ એ થાય કે એણે મતદાતાઓને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવશે તો શું થશે એ બાબતે ચેતવણી આપી હતી. ‘અમને ખબર હતી, ઘણી બધી વસ્તુઓ બનવાની છે. આ ૨૦૧૬ કરતાં ઘણો જુદો સમય છે. ટ્રમ્પે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ પ્રોગ્રેસ અને પૉલિસી બંનેએ પીછેહઠ કરી છે.’ આમ, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉર સામે અમેરિકામાં જ વ્યાપક ટીકાઓ ફાટી નીકળી છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.