World

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈ ટ્રમ્પે ફરી મોટો દાવો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો છે. આ વખતે તેમણે કહ્યું છે કે તેમણે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને 5 કલાકમાં બંને દેશો વચ્ચે યુદ્ધ બંધ કરી દીધું હતું. ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના ડીજીએમઓની વિનંતી બાદ લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે બુધવારે કહ્યું, “હું ખૂબ જ અદ્ભુત વ્યક્તિ નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહ્યો હતો. મેં કહ્યું કે તમારા અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે. તે સમયે ઘણી નફરત હતી. આ બધું ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. હજારો વર્ષોથી અલગ અલગ નામો હેઠળ ચાલી રહ્યું છે.” ખાસ વાત એ છે કે ટ્રમ્પે ભારત પર વધારાની 25 ટકા ડ્યુટી લાગુ થાય તે પહેલાં આ ટિપ્પણીઓ કરી હતી.

ટ્રમ્પે કહ્યું, ‘મેં કહ્યું હતું કે હું તમારી સાથે કોઈ વેપાર સોદો કરવા માંગતો નથી… તમે લોકો પરમાણુ યુદ્ધ કરશો…. મેં કહ્યું હતું કે કાલે મને ફરીથી ફોન કરો પરંતુ અમે તમારી સાથે કોઈ સોદો કરવાના નથી અથવા અમે તમારા પર એટલા ભારે ટેરિફ લાદીશું કે તમને આઘાત લાગશે.’ તેમણે કહ્યું કે પીએમ મોદી સાથે 5 કલાકની વાતચીત બાદ આ સોદો નક્કી થયો.

તેણે કહ્યું, ”આ બધું 5 કલાકમાં થયું… કદાચ હવે ફરી શરૂ થશે. મને ખબર નથી. મને એવું નથી લાગતું. પણ જો એવું થશે તો હું તેને રોકીશ. આપણે આવી વસ્તુઓ થવા દઈ શકીએ”

ટ્રમ્પે અગાઉ પણ દાવો કર્યો હતો
ટ્રમ્પે સોમવારે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત વિશ્વભરમાં સાત યુદ્ધો રોકી દીધા છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમણે આમાંથી ચાર યુદ્ધો ‘ટેરિફ અને વેપાર’ દ્વારા અટકાવ્યા છે. ટ્રમ્પે કહ્યું, ‘મેં કહ્યું હતું કે જો તમે લડવા અને બધાને મારવા માંગતા હો, તો તે ઠીક છે, પરંતુ પછી હું 100 ટકા ‘ટેરિફ’ લાદીશ પરિણામ એ આવ્યું કે બધા પીછેહઠ કરી ગયા.’

તેમણે કહ્યું, ‘મેં આ બધા યુદ્ધો બંધ કરાવ્યા છે. સૌથી મોટા યુદ્ધોમાંનું એક ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હોત.’ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત-પાકિસ્તાન યુદ્ધ પરમાણુ સ્તર સુધી વધી શક્યું હોત.

Most Popular

To Top