World

‘બસ આટલું કરો આપોઆપ યુદ્ધ અટકી જશે, રશિયા-યુક્રેન વોરને રોકવા ટ્રમ્પે આપ્યો પ્લાન

છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે આખાય વિશ્વના અર્થતંત્ર પર ખૂબ જ માઠી અસર પડી છે. હવે આ યુદ્ધ અટકે તે માટે આખું વિશ્વ પ્રાર્થના કરી રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવા માટે માસ્ટર ટીપ્સ આપી છે.

ટ્રમ્પે યુદ્ધ રોકવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકને તેલની કિંમતોમાં ઘટાડો કરવા કહ્યું છે. ટ્રમ્પે દલીલ કરી હતી કે આનાથી રશિયા-યુક્રેન યુદ્ધ અટકશે. આ પહેલા સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા તેમણે ઓપેક સંગઠન દેશો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુક્રેનમાં લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ માટે તેલ નિકાસ કરતા દેશોના સંગઠનો જવાબદાર છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુદ્ધમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં રશિયન અને યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. આ ગાંડપણ છે. આ એક ઉન્મત્ત યુદ્ધ છે અને જો હું (ત્યારે) રાષ્ટ્રપતિ હોત તો આવું ક્યારેય ન થાત. તે ઉન્મત્ત છે કે આ થયું, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તે બંધ થાય.

ટ્રમ્પે દલીલ કરી કે આને તાત્કાલિક રોકવાનો એક રસ્તો એ છે કે ઓપેક આટલા પૈસા કમાવવાનું બંધ કરે અને તેલના ભાવમાં ઘટાડો કરે. જો તેલના ભાવ ઉંચા રહેશે તો આ યુદ્ધ આટલી સરળતાથી સમાપ્ત થવાનું નથી. એટલા માટે OPECએ આગળ આવવું જોઈએ અને તેલની કિંમતો ઘટાડવી જોઈએ પછી આ યુદ્ધ આપોઆપ બંધ થઈ જશે.

ટ્રમ્પે દાવોસમાં કહ્યું, મેં ગ્રીન ન્યૂ ડીલ ખતમ કરી દીધી છે. હું તેને ગ્રીન ન્યૂ સ્કેમ કહું છું મેં પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી એકપક્ષીય રીતે પીછેહઠ કરી અને ખર્ચાળ ઈલેક્ટ્રિક વાહનનો આદેશ સમાપ્ત કર્યો. પૃથ્વી પરના કોઈપણ દેશ કરતાં અમેરિકા પાસે સૌથી વધુ તેલ અને ગેસનો જથ્થો છે અને અમે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. હું સાઉદી અરેબિયા અને ઓપેકને પણ તેલની કિંમત ઘટાડવા માટે કહી રહ્યો છું, તમારે તેને ઘટાડવો પડશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ અગાઉ કહ્યું હતું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વહેલી તકે મળવા માંગે છે અને ઈચ્છે છે કે તેઓ (પુતિન) યુક્રેન સાથે સમજૂતી કરે. તેમણે તેમના રશિયન સમકક્ષોને યુક્રેનમાં હાસ્યાસ્પદ યુદ્ધનો અંત લાવવા અથવા ઉચ્ચ ટેરિફ અને સખત પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. તેણે આ વાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહી છે.

Most Popular

To Top