World

ટ્રમ્પના એક નિર્ણયના લીધે વિશ્વના 75 દેશોને થયો હાશકારો, જાણો શું છે મામલો…

વૈશ્વિક બજારમાં મંદિનો સામનો કરી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મોટાભાગના દેશો પરના ટેરિફ પર 90 દિવસ સુધી રોક લગાવી હતી, પરંતુ ચીની આયાત પરની જકાતને 125 ટકા સુધી વધારી દીધી હતી.

  • ટ્રમ્પે કહ્યું કે 75થી દેશોએ વળતી કાર્યવાહી કરી નથી, ચીને અનાદર બતાવ્યો એટલે એના પર ટેરિફ વધારી 125% કર્યો, 10% બેઝલાઈન ટેરિફ રહેશે
  • ઊંચા ટેરિફના કારણે વૈશ્વિક અર્થતંત્ર બળવો કરી રહ્યું હોય તેવું લાગતા ટ્રમ્પે આ જાહેરાત કરી
  • ટ્રમ્પના ટેરિફ બાદ સરકારી બોન્ડના ભાવ ઘટી રહ્યા હતા

આ અમેરિકા અને વિશ્વના મોટાભાગના દેશો વચ્ચેના અભૂતપૂર્વ વેપાર યુદ્ધને ઘટાડીને અમેરિકા અને ચીન વચ્ચેના સંઘર્ષ સુધઈ મર્યાદિત કરવાનો પ્રયાસ હોવાનું જણાય છે.

ચીન સિવાયના વેપાર ભાગીદારો પર ટેરિફ ઘટાડવાની ટ્રમ્પની યોજનાઓની ચોક્કસ વિગતો તાત્કાલિક સ્પષ્ટ થઈ નથી.
ટ્રમ્પે પોસ્ટ કર્યું હતું કે કારણ કે 75થી વધુ દેશો વેપાર વાટાઘાટો માટે અમેરિકી સરકારનો સંપર્ક કરી ચૂક્યા છે અને બદલાની કાર્યવાહી કરી નથી, મેં 10 ટકા ટેરિફ પર 90 દિવસના વિરામની જાહેરાત કરી છે અને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર રીતે પારસ્પરિક ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે.’

10 ટકા ટેરિફ શનિવારથી અમલમાં આવેલા મોટાભાગના દેશો માટે બેઝલાઇન રેટ હતો. તે ટ્રમ્પ દ્વારા યુરોપિયન યુનિયનના માલ પર 20 ટકા, જાપાનથી આયાત પર 24 ટકા અને દક્ષિણ કોરિયાના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ નક્કી કરવામાં આવ્યો હતો તેના કરતા ઓછો છે. હજુ પણ 10 ટકાનો વધારો અમેરિકી સરકાર દ્વારા અગાઉ વસૂલવામાં આવતા ટેરિફ કરતા વધુ છે.

બુધવારે અમલમાં મુકાયેલા ટ્રમ્પના ટેરિફ સામે વૈશ્વિક અર્થતંત્ર બળવો કરી રહ્યું હોય તેવું લાગતા આ જાહેરાત કરવામાં આવી, જે સંકેત આપે છે કે અમેરિકી પ્રમુખ બજારના દબાણથી મુક્ત નથી.

ઉદ્યોગોના અધિકારીઓ ટ્રમ્પની નીતિઓને કારણે સંભવિત મંદીની ચેતવણી આપી રહ્યા છે, કેટલાક ટોચના અમેરિકી વેપાર ભાગીદારો તેમના પોતાના વળતા ટેરિફ લગાવી રહ્યા છે અને કેટલાંક દિવસોના ઘટાડા પછી શેરબજાર નબળું પડ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા પગલાં પાછા લેવાનો નિર્ણય કેટલીક વાટાઘાટોની વ્યૂહરચનાનો ભાગ હતો.

ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે રોકાણકારોમાં અમેરિકી સરકારના દેવાની ચમક થોડી ઓછી થઈ હતી, રોકાણકારો સામાન્ય રીતે આર્થિક અસ્થિરતા હોય ત્યારે ટ્રેઝરી નોટ્સને સુરક્ષિત આશ્રય તરીકે માને છે. સરકારી બોન્ડના ભાવ ઘટી રહ્યા હતા, જેના કારણે 10 વર્ષની યુએસ ટ્રેઝરી નોટ પર વ્યાજ દર 4.45 ટકા થયો હતો.

Most Popular

To Top