એક ત્રણમાં એક અમીર માતા અને તેનો દીકરો મુસાફરી કરી રહ્યા હતા.માં અને દીકરો બન્ને પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા.થોડીવાર પછી દીકરાએ કહ્યું, ‘મમ્મી ભૂખ લાગી છે.’ મમ્મીએ મોબાઈલમાં જોતા જોતા જ એક બિસ્કીટ અને એક ચોકલેટ પર્સમાંથી કાઢીને દીકરાના હાથમાં પકડાવી દીધા અને વળી મોબાઈલમાં વ્યસ્ત થઇ ગઈ.બાળક મોબિલ જોતા જોતા બિસ્કીટ ખાવા લાગ્યું. સામે બેઠેલા બીજા બાળકને બિસ્કીટ અને ચોકલેટ જોઇને ખાવાની ઈચ્છા થઇ તેના મોઢામાં પાણી આવ્યું.તે લાલ્ચ્ભરી નજરે પેલા બિસ્કીટ ખાતા બાળકને કોઈ રહ્યો.તેણે પોતાની મા ને કહ્યું, ‘મને પણ ભૂખ લાગી છે.’
તેની મમ્મીએ બે થેપલા આપ્યા પણ બાળકને તો બિસ્કીટ અને ચોકલેટ સામે જોઈ હતી એટલે તે જ ખાવી હતી.તે લાલચ ભરેલી નજરે બિસ્કીટ ચોકલેટ તરફ જોઈ રહ્યું હતું.ત્યારે જ મોબાઈલમાં વ્યસ્ત મમ્મીની નજર પોતાના દીકરાને બિસ્કીટ ખાતા લાલસાથી જોતા સામે બેઠેલા લાળ ટપકાવતા નાના બાળક પર ગઈ.તેને પોતાના બાળકને એક બાજુ ફરી ખાવા કહ્યું છતાં પેલું અબોધ બાળક તેને જોતું રહ્યું….છેવટે પેલી મોર્ડન મમ્મીએ પોતાના બાળકને જેમ તેમ પટાવી ‘પછી ખાજે ‘કહીને બિસ્કીટ અને ચોકલેટ અંદર મૂકી દીધા.
દ્રશ્ય બીજું
એક હકડેઠઠ ભરેલી બસમાં એક ગરીબ દેખાતી સ્ત્રી તેના ત્રણ બાળકો જોડે ચઢી.બાળકોના હાથમાં સેવ મમરાની ભેલ ના પડીકા અને એક એક બિસ્કીટના પેકેટ હતા.માંડ માંડ બસમાં ચઢવા મળ્યું.બેસવા ન મળ્યું.સ્ત્રી ઉભી રહી અને નાના છોકરાઓને સીટની વચ્ચે નીચે બેસાડ્યા.સીટ પર એક દાદા અને તેમનો નાનો પૌત્ર બેઠા હતા.પેલી સ્ત્રીના નીચે બેઠેલા છોકરાઓને ખાતા જોઈ પૌત્રને પણ ખાવાનું મન થયું પણ દાદા પાસે કઈ હતું નહિ.તેમણે કહ્યું, ‘બેટા, હમણાં બસ ઉભી રહેશે ને એટલે તને જે જોઈએ તે અપાવું છું.’ પુત્ર કઈ બોલ્યો નહિ પણ પેલા ગરીબ સ્ત્રીના નીચે બેસીને ભેલ અને બિસ્કીટ ખાતા છોકરાઓને જોઈ રહ્યો.ગરીબ સ્ત્રીએ આ જોયું અને તરત પોતાના બાળકો પાસેથી થોડા સેવ મમરા અને બિસ્કીટ લઈને પેલા બાળકને આપ્યા અને કહ્યું, ‘લે બેટા તું પણ ખા.’બે દ્રશ્ય માં વર્તન જુદા જુદા મોર્ડન ભણેલી મમ્મી પોતાના બાળકને પ્રેમથી વહેંચીને ખાતા શીખવવાનું ભૂલી ગઈ અને અભણ ગરીબ માતાએ પોતાના બાળકોને સાચી રીત શીખવાડી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.