Columns

સાચી પ્રાર્થના

ગુરુકુળના બે બ્રહ્મચારીઓ ગંગાસ્નાન કરવા ગયા. સ્નાન કરીને કપડાં બદલી રહ્યા હતા. ત્યાં જ અચાનક ગંગાકાંઠેથી અવાજો સંભળાવા લાગ્યા. સંન્યાસીઓનું ધ્યાન એ તરફ ગયું. બધા એ દિશામાં દોડી રહ્યા હતા. ત્યાં ગંગા નદીમાં એક નાનું બાળક પાણીમાં ડૂબી રહ્યું હતું. તેનાં માતા-પિતા અને અન્ય લોકો તેને બચાવવા માટેની બૂમો પાડી રહ્યાં હતાં.

બાળક જાતે હાથ પગ મારીને બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરી રહ્યું હતું પરંતુ તેને સફળતા મળી રહી ન હતી. તે સમયે નજીકના ધ્યાનમાં બેસવાના હતા પરંતુ ડૂબતા બાળકને બચાવવા માટે એક બ્રહ્મચારી કપડાં પહેરવાનું પણ પડતું મૂકી માત્ર લંગોટભેર પાણીમાં કૂદી પડે અને થોડી જ વારમાં તેના બાળકની પાસે પહોંચી ગયા અને બાળકને બચાવી બહાર કાંઠા પર લઈ આવે અને બાળકના પેટમાં ભરાયેલું પાણી બહાર કાઢી તેને શાંત કર્યું. બાળકને સહીસલામત જોઈને માતા-પિતા ખૂબ ખુશ થઈ ગયાં. બધાં લોકો પહેલાં બ્રહ્મચારીની બહુ જ પ્રશંસા કરવા લાગ્યાં. બાળકનાં માતા-પિતાએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. બીજા બ્રહ્મચારીએ સ્નાન કરી કપડાં પહેર્યાં ને વિચાર્યું કે કાંઠા પર ભલે અવાજો થાય પરંતુ મારે તો માત્ર ધ્યાનમાં જ ધ્યાન આપવાનું છે.

મારો ધ્યાનમાં બેસવાનો સમય થઈ ગયો છે અને હું ધ્યાન કરીશ. એવું ધ્યાન કરીશ કે કોઈ અવાજો મને મારા ધ્યાનમાં ખલેલ નહિ પહોંચાડી શકે. ધ્યાન કરવામાં સંધ્યાવંદન કરવામાં મોડું થવું ન જોઈએ. પહેલાં બ્રહ્મચારીનો ધ્યાનનો સમય બાળકને બચાવવામાં ગયો એટલે તે ધ્યાન ન કરી શક્યો.  બંને બ્રહ્મચારીઓ ગુરુકુળમાં આવ્યા. સાંજની પ્રાર્થના સમયે બીજા બધા શિષ્યોએ પેલા બાળકને બચાવનાર સાથી બ્રહ્મચારીના સાહસ અને બહાદુરીનાં ઘણાં વખાણ કર્યાં. જે બાળકને બચાવવાના સ્થાને ધ્યાનમાં બેઠેલો તે બ્રહ્મચારી બોલ્યો, ‘પરંતુ આજે તેનો નિયમ તૂટ્યો છે. સ્નાન બાદ, ધ્યાન અને સંધ્યાવંદનનો નિયમ તોડવો સારી વાત નથી. ગુરુદેવ, મેં મારો નિયમ નથી તોડ્યો.’

 ગુરુદેવ પોતાના શિષ્યની આવી વાત સાંભળી દુઃખી થયા અને બાળકને બચાવનાર શિષ્યના વખાણ કરતાં તેમણે બીજા શિષ્યને કહ્યું, ‘વત્સ, આજે તો ખરેખર તારાથી મોટો અપરાધ થયો છે. મરતાં બાળકના પોકારને વણસાંભળ્યો કરી ભગવાનનું ધ્યાન ધરવાથી શું લાભ થઈ શકે? ધ્યાન અને ભક્તિનો સાચો મર્મ છે કે મુસીબતમાં ફસાયેલા અને બીજા મનુષ્યને મદદ કરવી એ જ સાચી પ્રાર્થના છે. એ જ સાચી ભક્તિ છે.તું આ પાઠ ભૂલી ગયો.’ગુરુજીએ સાચી ભક્તિની રીત એક વાક્યમાં સમજાવી દીધી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top