Dakshin Gujarat

ગુજરાતીઓ માટે દમણથી આવતો દારૂ ભરેલો ટ્રક વલસાડમાં પકડાઈ ગયો

વલસાડ: દમણમાંથી વિદેશી દારૂની મોટી ખેપ લઈને ટાટા કંપનીના કન્ટેનરમાં છુપાવી લઈ જવાતી હતી, જેને વલસાડ એલસીબી પોલીસે ઝડપી પાડી છે. અંદાજે રૂ. ૨૩.૫૧ લાખની વિદેશી દારૂ, રૂ. ૧.૩૩ લાખના સ્પિન મોપ અને અન્ય મિલકત મળી કુલ રૂ. ૩૨.૯૦ લાખના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

  • ટાટા કન્ટેનરમાં છુપાવેલ ૨૩.૫૧ લાખની વિદેશી દારૂની ખેપ પકડી: વલસાડ એલસીબીની કામગીરી
  • સફાઈ મશીનના બોક્સમાં છુપાવીને 23.51 લાખનો દારૂ મોકલાઈ રહ્યો હતો
  • રાજકોટનો ભરત ગઢવી (ઉં.વ. 43) પકડાયો, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કોણ છે તે બહાર આવ્યું નથી

પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને એલસીબી પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ASI વિજય માધવરાવ અને કોન્સ્ટેબલ યોગેશ કાંતિલાલે મળેલી બાતમીના આધારે ધમડાચી ગામના રામદેવ હોટલ સામે આજરોજ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થળ પરથી GJ-31-T-0341 નંબરની ટાટા કન્ટેનર ટ્રકમાંથી ARISTO કંપનીના SUPPER SPIN MOP સાથે છુપાવી રાખેલી કુલ ૨૩૯ બાટલીઓ અને ટીનમાં ભરી લાવવામાં આવેલા ૭૫૦૦ ટિન વિદેશી દારૂ મળી આવ્યો હતો. મોબાઇલ ફોન અને ઇ-વે બિલ સહિતના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે.

આ મામલે રાજકોટના રહેવાસી ભરતભાઈ ગઢવી (ઉ.વ. ૪૩)ને આરોપી તરીકે ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર કોણ છે તે બહાર આવ્યું નથી.

આ કેસ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top