નવી દિલ્હી: હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માટેના નવા કાયદાને (Laws) લઈને હડતાલના (Strike) મામલે સરકાર અને ટ્રાન્સપોર્ટરો (Transporters) વચ્ચે સમાધાન થઈ ગયું છે. સમગ્ર મામલે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ (All India Motor Transport) કોંગ્રેસના (Congress) પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે ગઇકાલે મંગળવારે થયેલી વાતચીત સફળ રહી છે.
ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ટ્રક ચાલકો તેમની હડતાળ પાછી ખેંચી લેવા અને કામ પર પાછા ફરવા માટે જણાવ્યું હતું. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ પૂર્ણ કરવાની અપીલ કરી છે.
વાસ્તવમાં હાલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ હિટ એન્ડ રનના કેસ માટે નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં મોટા વાહનોના ડ્રાઈવરો હડતાળ પર છે અને રસ્તાઓ રોકીને કાયદાનો અમલ ન કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે મંગળવારે સાંજે ગૃહ મંત્રાલયમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે પરિવહન સંગઠનની બેઠક યોજાઈ હતી. અહીં આશ્વાસન મળ્યા બાદ સંગઠન હડતાળ સંકેલવા માટે સંમત થયા છે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ, મલકિત સિંહ બાલે જણાવ્યું હતું કે કલમ 106 (2) જેમાં 10 વર્ષની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ વિરોધના પગલે હાત તેઓ આ કાયદાનો અમલ થવા દેશે નહીં. અમે તમામ લોકોની ચિંતાઓ સાથે ભારત સરકારનો સંપર્ક કર્યો છે. સંસ્થાઓ નવા કાયદાનો હેતુ 10 વર્ષની જેલ અને દંડ છે. પરંતુ તે હજુ અમલમાં આવ્યો નથી. અમે તમામ ડ્રાઇવરોને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં આ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. આ સાથે જ અમે અપીલ કરી છે કે હડતાલ પાછી ખેંચી લેવામાં આવે. તેમજ તમામ ડ્રાઇવરોએ તેમના વાહનો સાથે કામે પરત ફરવું જોઈએ.
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની બેઠક પર કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, દસ વર્ષની સજાના કાયદા પર ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી. અમે તેને લાગુ કરતાં પહેલાં AIMTC સાથે ચર્ચા કરીશું અને તે પછી તેને લાગુ કરવામાં આવશે.