પારડી તાલુકાના ઓરવાડ ને.હા.ન. 48 પર મોટરસાયકલને બચાવવા જતા ટ્રક ચાલક ડીવાઇડર કુદાવીને સામેના ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર ટ્રક પસાર થઇ રહી હતી. તે દરમ્યાન હાઈવે બ્રિજ ઉપર એક બાઈક ચાલકને બચાવવામાં સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા સામેના ટ્રેક પર આવી ચઢતા સામેથી આવતી ટેલરના ચાલકે અથડાવી અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક રાજેન્દ્ર શિવમન ગાંગુર્દેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ક્લીનર વિલાસ મોહનસીંગ સૂર્વેને ઇજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. ચાલકની લાશને સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ભુક્કો બોલાઈ ગયો હતો. પારડી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પારડી હાઈવે ઉપર ટ્રક ડિવાઈડર કુદાવીને સામેના ટ્રેક પર જઇ ટેલર સાથે અથડાતા ચાલકનું મોત
By
Posted on