National

”ટ્રોફી કોઈના બાપની જાગીર નથી..” નક્વીએ ભારત સામે શરત મુકતા BCCI ભડક્યું

એશિયા કપ 2025ની ફાઇનલ બાદથી ચર્ચામાં રહેલી ટ્રોફી વિવાદ હવે નવા વળાંક પર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી ભારતને પરત આપવા તૈયાર થયા છે પરંતુ તેમણે એક અનોખી શરત મૂકી છે. નકવીનું કહેવું છે કે ભારતીય ટીમ ફક્ત ત્યારે જ ટ્રોફી અને મેડલ મેળવી શકશે જો કોઈ સતાવર સમારંભ યોજાય અને તેમાં તેઓ જાતે જ ભારતીય ટીમને ટ્રોફી તથા મેડલ સોંપે.

ટ્રોફી લઈ હોટેલ પહોંચ્યા હતા: નકવી
તા. 28 સપ્ટેમ્બર રવિવારના રોજ રમાયેલી એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. જીત બાદ વિજેતા ભારતીય ટીમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી ટ્રોફી લઈને પોતાના દુબઈ સ્થિત હોટેલ પર પહોંચી ગયા હતા. આ ઘટના બાદથી જ ક્રિકેટ જગતમાં વિવાદ ઊભો થયો હતો.

BCCI એ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રોફી પરત કરવી જરૂરી છે કેમ કે તે મોહસીન નકવીની વ્યક્તિગત મિલકત નહીં પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની છે. જો નકવી ટ્રોફી બળજબરીથી સોંપવાનો પ્રયાસ કરે છે તો ભારતીય બોર્ડ સતાવર વિરોધ નોંધાવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી.

નકવીની શરત : સમારંભ વિના ટ્રોફી નહીં
અહેવાલ મુજબ મોહસીન નકવીએ જણાવ્યું છે કે ટ્રોફી અને મેડલ ફક્ત ત્યારે જ ભારતને સોંપવામાં આવશે જો એક BCCI સતાવર કાર્યક્રમ યોજવામાં આવે. આ કાર્યક્રમમાં તેઓ પોતે ભારતીય ટીમને મેડલ અને ટ્રોફી આપશે. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને જોતાં આવી વ્યવસ્થા થવી મુશ્કેલ ગણાય છે.

હાલ ટ્રોફી દુબઈના એ જ હોટેલમાં જ રાખવામાં આવી છે. જ્યાં નકવી રોકાયા છે. BCCI એશિયન ક્રિકેટ કાઉન્સિલના અન્ય દેશના સભ્યો સાથે ચર્ચા કરી રહ્યું છે જેથી ટ્રોફી ભારતીય ટીન ને મળી શકે.

BCCIએ નકવીની શરત સામે ભડકયું
ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે આ ટ્રોફી વ્યક્તિગત માલિકીની નથી અને તે ACCની છે. તેને તરત જ પરત કરવી જોઈએ. આવનારા દિવસોમાં દુબઈમાં યોજાનારી ACCની બેઠકમાં આ મુદ્દો ઉઠવાની પણ શક્યતા છે.

મોહસીન નકવીની અડગ શરતને કારણે એશિયા કપ 2025ની ટ્રોફી વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી અને ક્રિકેટ પ્રેમીઓએ હજુ રાહ જોવી પડશે કે આ ટ્રોફી સત્તાવાર રીતે ભારત પાસે ક્યારે પહોંચશે.

Most Popular

To Top