Charchapatra

ગુજરાતમાં હાસ્ય સરિતાઓનો ત્રિવેણી સંગમ

કેટલીક સુખદ ઘટનાઓ આપણે કલ્પી ન હોય એ રીતે યોગાનુ યોગ પણ બનતી હોય છે.અયોધ્યામાં રામ મંદિરનુ પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ વિધિવત્ નિર્માણ થયું .અને કરોડો લોકોને આસ્થાની આધારશીલા પ્રાપ્ત થઇ.અને દેશ વિદેશમાં એની સહર્ષ નોંધ લેવાઈ.આપણે આ પ્રસંગના સાક્ષી બન્યા એ આપણે માટે ધન્યતાની ક્ષણ કહી શકાય.ગત સપ્તાહમાં શ્રદ્ધાશીલ આદરણીય વડાપ્રધાનની હાજરીમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનાથી વિશેષ રૂડી વાત ભારતવાસીઓ માટે બીજી કઈ હોઈ શકે?

જાણકારી પ્રમાણે ત્રણ મૂર્તિમાથી બાકીની બે મૂર્તિઓ પણ ટૂંક સમયમા અહી સ્થાપિત થશે.પરિણામે અયોધ્યાના રામ મંદિરમાં તીર્થ ત્રિવેણી રચાશે.  આ સપ્તાહે આવો જ એક સાહિત્યના હાસ્ય ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ રચાવાની પળ આવી કે જ્યારે હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ, પારસી રંગભૂમિના દેશ વિદેશમા પ્રતિષ્ઠીત સૂરતના સવાયા સપૂત શ્રી યઝદી કરંજિયાને પદ્મશ્રીના એવોર્ડથી કેન્દ્ર સરકારે નવાજ્યા બાદ હવે સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગરના સમર્થ હાસ્યકલાકાર શ્રી. જગદીશ ત્રિવેદીને પણ પદ્મશ્રીનો ખિતાબ મળતાં ગુજરાતમાં હાસ્ય સરિતાઓનો સુભગ ત્રિવેણી સંગમ રચાયો છે.

અહીં તો શ્રીજગદીશ ત્રિવેદી એમના કાર્યક્રમો દ્વારા શિક્ષણ અને સમાજ માટે વિદેશોમાથી ત્રણ કરોડથી વધુની સખાવત ( જે યજ્ઞ હજુ ચાલુ જ છે )પોતાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે,બીજું એમના સેવાકાર્યોથી પ્રભાવિત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ’ મનકી બાત ‘ ની માસિક રેડિયો,ટીવી શ્રેણી અંતર્ગત કરેલી સરાહના,અને ત્રીજી વિશેષ ઉલ્લેખનીય વાત તેમણે હાસ્યને કેન્દ્રમાં રાખી આ ક્ષેત્રમા ,ત્રણ વખત પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી એ છે. એમને આપણા સૌ તરફથી અભિનંદન.
સુરત     – પ્રભાકર ધોળકિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાત સરકારના પેન્શનરોની વ્યથા
ગુજરાત સરકારએ ભૂતકાળમાં સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે જે તે સમયે પગાર પંચની રચના અને અમલનો વહીવટ છે. સરકારે કેન્દ્ર સરકાર તરફથી નિમાતા પગાર પંચ અને તેની ભલામણો સ્વીકારવાની નીતિ અપનાવેલ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી દર છ માસે મોંઘવારી રાહત (DR)ની જોગવાઇ કેન્દ્ર સરકાર કરે કે તુર્ત અમલ થતો નથી પરિણામે પેન્શનરોની વ્યથા વધતી રહે છે.

ભૂતકાળમાં કોરોના સમયે 18 માસનું મોંઘવારી રાહત જતું કરો એવો નિર્ણય થયો. વધુમાં દર માસે ચુકવાતા તબીબી ભથ્થાની માસીક રકમ 300 સુધારી 1000 થઈ પરંતુ હજારો રૂપિયાની તફાવત રકમ બાબતે મૌન ધારણ કર્યું. એન.ડી. ભામરે તરફથી પણ રજૂઆત થાય છે. અમો સરકારને પણ વખતો વખત વિનંતી કરતા રહીએ છીએ. સાંભળે તો સારૂ પ્રજાને પણ ખબર પડે કે અમારી પણ નાણાં અંગે હક્કના નાણાં મળવા અંગે વ્યથા હોય છે. વિકલ્પ સરકારના હાથમાં છે.
નવસારી – મનુભાઈ ડી. પોલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top