વડોદરા: મકરપુરામાં આવતા મુજાર ગામડી ગામની સીમમાં ગત તા.22 માર્ચના રોડ એક યુવતીની હાથ કપાયેલો મૃતદેહ મળ્યો હતો. જેની જામ પોલીસને થતા સ્થાની પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે બનાવ બાદ ગણતરીન કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને ઝડપી પાડ્યો હતો. અને તેને કોર્ટમાં રજુ કરી 3 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પોલીસના ઈતિહાસમાં પ્રથમવાર હત્યાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસમાં મહત્વના પુરાવા એકત્રીત કરી આરોપીને વધુમાં વધુ કડક સજા મળે તે માટે 370 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. પંચમહાલની 19 વર્ષીય તૃષા સોલંકીના એકતરફી પ્રેમમાં પાગલ થયેલા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર(ઉ.વ.23)(રહે, પંચશીલનગર માણંજા)એ તૃષાને ઈમોશનલ બ્લેકમેલ કરી મળવા બોલાવી તૃષાના અન્ય સંબંધની શંકાએ પાળીયાના ઉપરા-છાપરી 6થી7 ઘા મારી હત્યા કરી નાખી હતી.
આ મામલે પોલીસ મેદાનમાં ઉતરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફકત છ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યાના આરોપી કલ્પેશને ઝડપી પાડ્યો. આ બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કરી બનાવની તપાસ અને પુછપરછ માટે 3 દિવસા રીમાન્ડ મેળવ્યા હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સાથે રાખી બનાવનું રીકન્સ્ટ્રકશન કરી મહત્વના પુરાવા એકત્રીત કર્યા હતા. આ જઘન્ય અપરાધ માટે તેને સખતમાં સખત રજા થાય તે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદાર પોલીસના ઈતીહાસમાં ફક્ત 7 દિવસમાં આરોપી વિરૂદ્ધ સાહેદોના મૌખીક, સાયન્ટિફિક, ટેકનીકલ, સાયોગિક, મેડિકલ પુરાવા મેળવી 85 સાહેદો તથા 3 સાહેદોના સીઆરપીસી 164 મુજબ કોર્ટમાં 370 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી.
પોલીસે ફ્કત 7 દિવસમાં નીચે મુજબના પુરાવા એકત્રીત કર્યા
#એફએસએલ તથા પંચોની હાજરીમાં જરૂરી સેમ્પલ પુરાવા મેળવવામાં આવ્યા હતા # આરોપી પાસે પંચોની તથા એફએસએલ નિષ્ણાંતોની હાજરીમાં પંચનામુ કરી ગુનામાં વપરાયેલી બાઈક, હથિયાર, બનાવ વખતે વપરાયેલ કપડાં અને છોકરીનો મોબાઈલ કબ્જે કર્યો હતો. # બનાવનું રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યુ હતું. # સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. # કુલ 3 સાહેદોના સીઆઈપીસી 164 મુજબ નિવેદન લેવડાવવામાં આવ્યા હતા # આરોપીના છેલ્લા સીસીટીવી ફુટેજ તેમજ સીડીઆરના ટેકનીકલ પુરાવા # આરોપીના નોકરીના સ્થળ અને મિત્ર વર્તુળમાં બેઠક ઉઠકના સ્થળે પુછપરછ કરી નીવેદનો નોંધવામાં આવ્યા હતા. # આરોપીની ગુના પહેલા અને પછીની વર્તણુકના પુરાવા મેળવવામાં આવ્યા હતા. # આરોપીએ અગાઉ દવા પીધાની હક્કીતનો પુરાવો મેળવવામાં આવ્યો હતો. # ગુનાવાળી જગ્યાનો નક્શો મેળવવામાં આવ્યો હતો. # સમય મર્યાદામાં મુદ્દામાલ પરીક્ષણ કરી એફએસએલ તેમજ મેડીકલ પ્રમાણપત્ર અને પીએમ નોટ મેળવવામાં આવી હતી.