Madhya Gujarat

માલિકની જાણ બહાર મકાન વેચી દેનાર ત્રિપૂટીની ધરપકડ

વડોદરા : છાણીના ટીપી 13 વિસ્તારમાં મકાન ધરાવતા નાગપુરના માલિક વયોવૃદ્ધ હોવાથી મિલકતની દેખભાળ માટે વારંવાર વડોદરા આવી શકતા ન હતા. જેથી તેઓએ ફતેપુરાના એક આધેડને મકાનની ચાવી આપી કોઇને ભાડે આપવાનું કહ્યું હતું. પરંતુ મકાન આવતા ન હોવાનો ગેરલાભ ઉઠાવીને ત્રિપૂટીએ મકાનના ખોટા દસ્તાવેજ ઉભા કરીને મકાન માલિક મહિલાના નામની ખોટી વ્યક્તિ ઉભી કરી મકાન ત્રણ પૈકી એક પોતાના નામે કરી અન્ય વેચાણ દસ્તાવેજ કરી આપી દીધુ હતું. મકાન માલિક સાથે છેતરપિંડી થયાની ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

છાણીના જકાતનાકા પાસેની ટીપી 13 વિસ્તારમાં આવેલી ગીરીરાજ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના મકાન નંબર 60ના માલિક શાલન ચાલિયા વણજારી (ઉં.વ.70)ની નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે રહેતા હતા. જોકે વયોવૃદ્ધ હોવાના કારણે અવાર નવાર મકાનની દેખરેખ માટે આવી શકતા ન હોવાના કારણે તેઓએ મકાન સાચવવા માટે તથા કોઇને ભાડે જોઇતું હોય તો આપવાની કહીને ફતેપુરા વિસ્તારના રહેતા નિર્મળ બોધેને ચાવી રાખવા માટે આપી હતી.પરંતુ મકાન માલિક વડોદરા આવી શકતા ન હોવાના ગેરલાભ ઉઠાવીને નિર્મળ બોધે અશોક રાઠો સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરુ રચ્યું હતું.

જેમાં મકાન માલિકના નામવાળી મહિલા ઉભી કરી તેમજ મકાનના ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મકાન માલિક મહિલાનું બોગસ વ્યક્તિ ઉભી કરીને મકાનનો દસ્તાવેજ અશોક રાઠોડે પોતાના નામ કરી લીધો હતો જેમાં નિર્મળ બોધ સાક્ષીની સહી કરી હતી. મકાનના ટાયટલ ક્લીરયન્સની જાહેરાત ભેજાબાજો દ્વારા ન્યૂઝ પેપેરમાં જાહેરાત આપતા મકાન માલિકને પોતાના મકાનનો વેચાણ દસ્તાવેજ થયો હોવાની જાણ થતા તેઓ તાત્કાલિક વડોદરા ખાતે દોડી આવ્યા હતા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મકાનનો વેચાણ દસ્તાવેજ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત સીક્ષીની સહી કરનાર અને મકાન માલિકના નામ વાળી વ્યકિત્ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમે ત્રણ ભેજાબાજો અશોક કરશન રાઠો (ઉં.વ.53 દિવ્યલોક પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા મૂળ રહે. પદમાવતી એપાર્ટમેન્ટ પાળિયાદ રોડ બોટાદ, નિર્મળ ઉર્ફે નરેન્દ્ર પ્રતાપરાવ બૌધે (ઉં.વ. 60 રહે. દિપકિરણ બિલ્ડિંગ, જ્યુબિલીબાગ જૂના પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે હુજરાત પાગા ફતેપુરા) અને કૃણાલ દિલિપ પરમાર (ઉં.વ. 32 અન્તમ રેસિડન્સી છાણી કેનાલ રોડ વૃંદાલય હાઇટસ પાસે વડોદરા )ને ગણતરીના કલાકોમાં ઝ઼ડપી પાડ્યા હતા.

Most Popular

To Top