કાલોલ: ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળ ની માલિકી ના શોપિંગ સેન્ટર નું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. જેને લઇને નગરજનો માં કેળવણી મંડળ ની આવા વહીવટ ને લઈને છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.
ઝાલોદ નગર ની મહત્વ ની શૈક્ષણિક સંસ્થાઓ નું સંચાલન કરનાર ઝાલોદ કેળવણી મંડળ તેના વહીવટ થી લઈને શૈક્ષણિક સંસ્થા માં જ ચાલતા રાજકારણ ને લઈને હંમેશા ચર્ચામાં રહ્યું છે. ઝાલોદ નગર સહિત સમગ્ર પંથક માં શિક્ષણ નો વ્યાપ વધારવા માટે નો શ્રેય ધરાવનાર આ સંસ્થા છેલ્લા કેટલાય સમય થી, શિક્ષણનો વેપાર કરતી સંસ્થા થઈ ગઈ હોવાનું પણ ફી થી માંડીને સંસ્થા ની મિલકતો નો અણધડ વહીવટ થતાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
ત્યારે સંસ્થા દ્વારા મિલકત નો બારોબાર થયેલો વહીવટ નો એક નવીન કિસ્સો હાલ પ્રકાશ માં આવ્યો છે. જેમાં કેળવણી મંડળની મિલકત એવા ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટર નો બીજો માળ મંડળ દ્વારા નિયમો ને નેવે મૂકી અને કાયમી ભાડા પેટે આપી દેવામાં આવ્યો છે.
કુલ ૩૭ લાખ માં આપવામાં આવેલો આ બીજો માળ આપતા પહેલા કેળવણી મંડળ દ્વારા કોઈ પણ જાહેરાત કે કોઈ પણ જાતનો આશય સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. આમ કોઈ પણ નિયમની દરકાર રાખ્યા વિના જ નિર્ણય લેવાયો હતો.